મુંબઇ,તા. ૧૨
જીવલેણ કેન્સર જેવી બિમારીને હાર આપીને બહાર આવેલી લિસા રે હવે કેરિયરના આ વળાંક પર પસંદગીની ફિલ્મ કરવાની ઇચ્છા ધરાવે છે. તે સારી ભૂમિકા કરવાની ઇચ્છા ધરાવે છે. સાથે સાથે હવે લેખન પર વિશેષ ધ્યાન આપવાની યોજના પણ ધરાવે છે. અભિનેત્રી અને ભારતીય કેનેડિયન મોડલ લિસા રે હજુ પણ બોલિવુડની ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં સક્રિય રહેવા માટે ઇચ્છુક છે.
કેનેડામાં મોટા ભાગે પોતાનો સમય ગાળી ચુકેલી ખુબસુરત લિસા રે હવે કવિતાઓ અને અન્ય લેખન કાર્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે લેખન પર ધ્યાન આપીને પોતાની કુશળતા વધારી દેવા માટે ઇચ્છુક છે. અભિનેત્રી અને મોડલ લિસાએ વર્ષ ૨૦૧૬માં રામ ગોપાલ વર્માની ફિલ્મ વિરપ્પનમાં ભૂમિકા અદા કરી હતી. રામગોપાલ વર્મા જુદી જુદી નવી અભિનેત્રી લોંચ કરવા માટે જાણીતા રહ્યા છે. સાથે સાથે પોતાના નિવેદનના કારણે પણ વિવાદમાં રહ્યા છે.
હાલમાં રામગોપાલ વર્માએ પોર્ન સ્ટાર મિયા માલકોવાને રજૂ કરીને નવી ચર્ચા જગાવી છે. આની સાથે જ ભારતમાં સની લિયોન બાદ વધુ એક પોર્ન સ્ટારની એન્ટ્રી થઇ ગઇ છે. લિસા રે બોલિવુડ ફિલ્મોમાં પોતાની ભૂમિકાને લઇને આશાવાદી બનેલી છે. તે માની રહી છે કે તેના સ્તરના સારા રોલ તેને મળશે. તે બોલિવુડમાં પહેલા સેક્સ સિમ્બોલ તરીકે રહી હતી. લિસા રે કસુર ફિલ્મ મારફતે જારદાર ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે આફતાબ શિવદાસાની જાવા મળ્યો હતો. તેમાં કેટલાક બોલ્ડ સીન પણ ઉમેરી દેવામાં આવ્યા હતા. જેની ચર્ચા રહી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





