બહુજન સમાજ પાર્ટીના નેતાનો વિવાદાસ્પદ વિડિયો વાયરલ
લખનૌ,તા.૧૬
બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નેતા વિજય યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બસપા સુપ્રીમો માયાવતીના જન્મદિવસ પર મુરાદાબાદમાં આયોજીત એક કાર્યક્રમમાં બસપા નેતા વિજય યાદવે કહ્યું કે બીજેપી વાળાઓને દોડાવી-દોડાવીને મારીશું.
કાર્યક્રમમાં વિજય યાદવે કહ્યું કે દેશની સૌથી મોટી ભ્રષ્ટ પાર્ટી ભાજપ છે. કાંગ્રેસે આપ્યા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીપ. ભાજપે આપ્યા-મોદી, નીરવ મોદી, લલિત મોદી અને અંબાણીના ખોળામાં બેઠા નરેન્દ્ર મોદી.
વિજય યાદવ અહીંથી થોભ્યા નહીં અને આગળ કહ્યું કે નરેન્દ્ર મોદીએ માત્ર ઉદ્યોગપતિઓ માટે જ કર્યું અને ગરીબો માટે કંઇ ના કર્યું. આ બીજેપીવાળાઓને તો દોડાવી-દોડાવીને મારીશું. ગભરાવાની જરૂર નથી. આજે તેમને નાની યાદ આવી ગઇ હશે.
વધુમાં કહ્યું કે હજુ તો અંગડાઇ લીધી છે, આગળ જતાં ખૂબ લડાઈ છે. હિંમત હારવાની જરૂર નથી, સત્તાનું તેલ નીકળી ગયું, હવે ચાલશે સપા-બસપાનો ખેલ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



