અરવલ્લીના માલપુરમાં આભ ફાટ્યું, એક કલાકમાં ખાબક્્યો ત્રણ ઈંચ વરસાદ

0
37

અરવલ્લી,તા.૧૭
અરવલ્લીના મોડાસામાં વીજળી પડતા એક યુવાનનું મોત થઈ ગયું છે. મોડાસમાં આવેલ કસબા વિસ્તારના કબ્રસ્તાન પાસે અચનાક વિજળી પડી હતી. આ વિજળીમાં એક ૨૧ વર્ષના યુવકની મોત થઈ ગયું છે, જ્યારે બે પશુઓના પણ મોત થયા છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને પગલે શુક્રવારની વહેલી સવારથી જ ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં અરવલ્લી જિલ્લામાંમાં સર્વત્ર વરસાદ થયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. અરવલ્લીના માલપુરમાં આભ ફાટ્યું છે. માલપુરમાં માત્ર એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
અરવલ્લી જિલ્લાના બાયડ, મોડાસામા, બાયડ, ધનસુરામાં ભારે વરસાદ થયો છે. અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. તે ઉપરાંત આખા અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યાના સમાચાર મળી રહ્યા છે. તેની સાથે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની પણ ફરિયાદો મળી રહી છે. વહેલી સવારથી વરસાદ પડી રહ્યો હોવાથી સવારે ઓફિસે નીકળતા લોકોને મુશ્કેલી નડી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY