મગફળી પછી સરકાર મગ અને અડદ ટેકાનાં ભાવે ખરીદશે

0
16

ગાંધીનગર,તા.૨૮
ગુજરાત સરકાર હવે ખેડૂતો પાસેથી મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. સરકાર દ્વારા હાલ ડાંગ મકાઇ, બાજરી, તથા મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરી રહી છે. રાજ્ય સરકારનાં મંત્રી જયેશ રાદડિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આગામી ડિસેમ્બર મહિનાથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગ અને અડદથી ટેકાનાં ભાગે ખરીદી કરશે.
પહેલી ડિસેમ્બરકથી આ ખરીદી માટે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે. રાજ્યભરનાં ૧૮ જિલ્લાનાં ૩૭ કેન્દ્રો પરથી મગની ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરવામાં આવશે. આવી જ રીતે, પહેલી ડિસેમ્બરથી રાજ્યનાં ૨૮ જિલ્લાનાં ૬૨ કેન્દ્રો પરથી અડદની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે.
મગ અને અડદની ખરીદી રાજ્યનાં પુરવઠા વિભાગ દ્વારા ટેકાનાં ભાવે ખરીદવામાં આવશે. મગની ખરીદી પ્રતિ ક્વિંટલ રૂપિયા ૬૯૭૫નાં ભાવથી ખરીદશે જ્યારે અડદ પ્રતિ ક્વિંટલ ૫૬૦૦ રૂપિયાની કિંમતે ખરીદશે.
જયેશ રાદડિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની ખેત પેદાશો ટેકાનાં ભાવે ખરીદી રહી છે અને ખેડૂતોને મુશ્કેલી ના પડે એટલા માટે વિવિધ પ્રયાસો હાથ ધરી રહી છે. ખેતપેદાશોની ખરીદી કર્યા પછી તેમને ગોડાઉનમાં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. આ સિવાય, મગફળીનું જે જિલ્લાઓમાં વધુ ઉત્પાદન થાય છે તે જિલ્લામાં માર્કેટીંગ યાર્ડમાં વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY