ન્યુ દિલ્હી,તા.૨૮
આતંકવાદથી પ્રભાવિત જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા છ મહિનાથી તહેનાત ૮૦ નેશનલ સિકિયુંરિટી ગાર્ડે (એનએસજી) ગૃહમંત્રાલયના દરવાજા ખખડાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા છ મહિનામાં આ એનએસજી કમાન્ડોએ કોઈ પણ આતંકી વિરુદ્ધ કરવામાં આવેલા ઓપરેશનમાં ભાગ નથી લીધો. આ ૮૦ કમાન્ડોને જમ્મુ-કાશ્મીર પોલીસ અને પેરામિલિટરી ફોર્સને તાલિમ આપવા માટે જમ્મુ-કાશ્મીરમાં તહેનાત કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનએસજી કમાન્ડોને મે મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના આદેશ બાદ વેલીમાં તહેનાત કરવામાં આવ્યા હતા. અહીં ગીચ વિસ્તારોમાં આતંકી હુમલાઓમાં ભારતીય આર્મી પોતાના જવાનો ગુમાવી રહી હોવાથી આતંકીઓના સફાયા માટે એનએસજી કમાન્ડોને તહેનાત કરવાના આદેશ કરાયા હતા. આવું કરવા પાછળનો એક ઉદેશ્ય એવો પણ હતો કે અથડામણની સ્થિતિમાં કમાન્ડોઝની સેવાનો લાભ લઈ શકાય.
આ આદેશ બાદ ગૃહમંત્રાલયે પણ કોઈ દખલ કરી ન હતી. પરંતુ આ મહિનાની શરૂઆતમાં ડિરેક્ટર જનરલ સુદીપ લખતકિયાએ વેલીની મુલાકાત લઈને ગવર્નર સત્યા પાલ મલિક અને સ્ટેટ પોલીસ ચીફ દિલબાગ સિંઘની મુલાકાત કરી હતી. એનએસજી ચીફે કહ્યું હતું કે, “રાજ્ય સરકારને કોઈ ઓપરેશનમાં કઈ ફોર્સનો ઉપયોગ કરવો તે નક્કી કરવાનો અબાધિત અધિકાર છે. રાજ્ય સરકારના આદેશ બાદ જ અમે અમારું એક નાનું યુનિટ શ્રીનગરમાં શરૂ કર્યું હતું. આવું કરવા પાછળનો ઉદેશ્ય એવો હતો કે હુમલાના સમયે ત્વરિત કાર્યવાહી થઈ શકે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ વેલીમાં અડધો ડઝન જેટલી ફોર્સ તહેનાત છે અને તેમની તમામની જવાબદારી નક્કી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






