વાશિંગ્ટન,તા.૨૮
આ અઠવાડિયે આર્જૅન્ટિનામાં યોજાનારી જી-૨૦ શિખર પરિષદ દરમિયાન ચીનના પ્રમુખ શી જિન્પિંગ સાથેની દ્વિપક્ષી વેપાર મંત્રણા નિષ્ફળ જશે તો ચીની બનાવટની વસ્તુઓ પરનો આયાતકર હાલના દસ ટકાથી વધારીને પચીસ ટકા કરવાની તેમ જ આયાત કરવામાં આવતી ચીનની અન્ય વસ્તુઓ પર પણ આયાતકર લાદવાની અમેરિકાના પ્રમુખ ડાનલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી.
જી-૨૦ શિખર પરિષદ દરમિયાન બંને નેતા દ્વિપક્ષી વેપાર અંગે ચર્ચા કરે તેવી શકીયતા છે. ટ્રમ્પે કહ્યું હતું કે જા બંને દેશ વચ્ચેની આ વાટાઘાટનું પરિણામ અમેરિકાની તરફેણમાં નહીં આવે તો ચીની બનાવટની જે વસ્તુઓ પર હાલ આયાતકર વસૂલવામાં નથી આવતો એ તમામ વસ્તુઓ પર પણ અમેરિકા આયાતકર લાદશે.
આયાતકરમાં વધારાની અમેરિકાની યોજનાને હાલપૂરતી રોકવાની બીજિંગની વિનંતીને અમેરિકા માન્ય રાખે તેવી શકીયતા ખૂબ જ પાંખી હોવાનું તેમણે કહ્યું હતું.
જા બંને દેશ વચ્ચે સહમતી નહીં સધાય તો હાલના દસ ટકાના દરે અથવા પચીસ ટકાના દરે અમેરિકા ચીની બનાવટની વસ્તુઓ પર વધુ ૨૬૭ અબજ ડાલરનો આયાતકર લાદશે, એમ તેમણે દૈનિક સમાચારપત્રને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ચીનથી આયાત કરવામાં આવતા ઍપલના આઇફોન અને લૅપટોપ કમ્પ્યુટરને પણ આયાતકર હેઠળ આવરી લેવામાં આવે એવી શકીયતા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







