ભાવનગર;
શેત્રુંજી સિંચાઈ યોજના અંતર્ગત શેત્રુંજી જમણા તથા ડાબા કાંઠા મુખ્ય નહેર તથા તેની શાખા, પ્રશાખાઓનાં છેવાડા સુધી પાણી પહોંચાડવા માટે હાલ પૂર્ણ સપાટીએ કેનાલમાં પાણી વહી રહેલ છે પણ કેનાલ હદમાં લોકો દ્વારા પ્રવેશ થતો હોવાથી કેનાલમાં વારંવાર અક્સ્માત સર્જાય છે અને જેથી કેનાલ બંધ કરવી પડતી હોવાથી સિંચાઈને અસર પહોંચે અને જેથી ચાલુ સિંચાઈ દરમ્યાન ન્હાવા ધોવા કે અન્ય કોઈ હેતુ માટે કેનાલ હદમાં પ્રવેશ ન કરવા તેમજ શેત્રુંજી કમાન્ડ વિસ્તારના બાગાયતદારોએ હાલમાં પાણીનો ઉપલબ્ધ જથ્થો મર્યાદિત હોય પાણીનો કરકસરપુર્ણ ઉપયોગ કરવા અને બીન જરૂરી પાણીનો બગાડ અટકાવવા માટે સહકાર આપવા કાર્યપાલક ઈજનેર, જળ સિંચન પાનવાડી, ભાવનગર દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"