ન્યુ દિલ્હી,તા.૮
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આગામી ૧૭થી ૧૯ સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંઘ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બસપા અધ્યક્ષ માયાવતી સહિત ૩ હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત લોકો સાથે સંવાદ કરશે.
સંઘના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમંત્રિત લોકોમાં તમામ રાજકીય પાર્ટીના નેતાઓ સમાવેશ થાય છે. સંઘ દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા મલ્લિકા અર્જુન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત અખિલેશ યાદવ, માયાવતી, મમતા બેનર્જી અને ચંદ્રબાબુ નાયજુ સહિતના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. સંઘ દ્વારા આમંત્રણ આપવા માટે એક યાદી બનાવવામાં આવી છે. જેમા અગલ-અલગ ધર્મના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.
વિજ્ઞાન ભવનમાં આયોજિત આ કાર્યક્રમને લઈને સંઘના એક સિનિયર નેતાએ કહ્યું કે અમે અલગ અલગ ધર્મના લોકોને બોલાવવા જઈ રહ્યા છીએ. અમે કોઈને પણ અલગ રાખવા નતી માગતા.
આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ હિન્દુત્સવ આ દેશને કેવી રીતે એક રાખી શકે છે, રાષ્ટ્રવાદ, મહિલા સશિક્તકરણ, જાતિ, જમ્મુ-કાશ્મીર અને નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન્સ જેવા મુદ્દે પોતાનો મત વ્યક્ત કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




