મણિપુરમાં મોબ લિચિંગ એમબીબીએસના વિદ્યાર્થીને બાઈક ચોરીની શંકામાં ઢોર માર-મારી મોતને ઘાટ ઉતાર્યો

0
14

ઈમ્ફાલ,તા.૧૬
દેશમાં મોબ લિંચિંગ ઘટનાઓને પગલે પહેલેથીજ રાજકારણ ગરમાયું છે. ત્યાંજ મણિપુરનાં પૂર્વીય ઇમ્ફાલમાં મોબ લિંચિંગની હ્રદયદ્રાવકની ઘટના સામે આવી છે.ટોળાએ બાઇક ચોરીની શંકામાં ૨૬ વર્ષીય એમબીએ વિદ્યાર્થીની ઢોર માર મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના ૧૩ સપ્ટેમ્બરે સામે આવી હતી. પોલીસે આ મામલે ૫ લોકોની ઘરપકડ કરી છે.
મૃતકની ઓળખ ફારૂક અહમદ ખાન તરીકે થઇ છે. ફારૂક મણિપુરના થૌબલ જિલ્લાની લિલોંગ કોલેજમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યો હતો. ફારૂક અહમદ ખાન પર ટોળા ત્યારે હુમલો કર્યો ત્યારે તે થોરોઇજામ અવાંગ લેઇકઇ ખાતે ગયો હતો
ટોળાએ પહેલા તેની કારને આગ ચાંપી હતી. કારમાં ફારૂક જાડે તેના બે મિત્રો પણ હતા, મિત્રો હેમખેમ ભાગવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક લોકોનો આરોપ છે કે આ યુવકોને ગ્રામજનોએ બાઇક ચોરી કરતા પકડ્યા હતા.મણિપુર પોલીસે આ મામલે ૫ લોકોની ધરપકડ કરી છે. સાથે આઇપીસીની કલમ ૩૦૨,૧૧૭ અને ૩૪ હેઠળ કેસ દાખલ કર્યો છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ મામલે અમે ૫ લોકોની ધરપકડ કરી છે. જેમાં ઇન્ડિયા રિઝર્વ બટાલિયન(આઇઆરબી)નો એક કોન્સેટબલ પણ સામેલ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સાઇબર ક્રાઇમ ટીમ આ હુમલાના ફોટા અને વીડિયો અપોલોડ કરનારાઓની શોધ કરી રહી છે. ત્યાંજ મણિપુર માનવઅધિકાર આયોગે ડીજીને આ ઘટનાની તપાસ કરવાની અને ૨૨ સપ્ટેમ્બર સુધી રિપોર્ટ રજુ કરવા જણાવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY