ન્યુ દિલ્હી,તા.૯
ચીન અને રશિયા નાગરિક હાલના વર્ષોમાં વિદેશી નાગરિકતા ખરીદવાના મામલે સૌથી આગળ છે. પરંતુ નવેમ્બર ૨૦૧૭માં હીરા વેપારી મેહુલ ચોક્સીના એન્ટીગુઆની નાગરિકરતા ખરીદ્યા બાદ અમીર ભારતીયોનો રસ એ દેશોની નાગરિકતા મેળવવામાં વધી છે, જ્યાં રોકાણના બદલામાં રહેવાનો અધિકાર મળે છે. બ્રિટેનની કેટલીક કંપનીઓ જે વિદેશી નાગરિકતા મેળવવા માટે મદદ કરે છે એમનો દાવો છે કે મેહુલ ચોક્સી બાદ બીજા દેશોની નાગરિકતા માટે જાણકારી માંગતા ભારતીયોની સંખ્યા બમણી થઇ છે.
ભારત ડ્યુઅલ નાગરિકતાની પરવાનગી આપતું નથી. ઘણા બધા ભારતીય રોકાણ દ્વારા રહેવાનો અધિકાર પસંદ કરે છે. એ પોતાના બાળકોને બીજા દેશની સ્કૂલમાં ભણાવે છે અથવા એમના પૈસાનું બીજા જમા કરે છે. પોતાના પૈસા બચાવવા માટે એ દરેક પ્રકારની રણનીતિ અપનાવે છે.
ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યૂ અનુસાર વધારે આવક વાળા ૭૦૦૦ ભારતીય ૨૦૧૭માં ભારત છોડી ચુક્યા છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સૌથી પસંદગીનો ગંતવ્ય દેશ છે. ત્યારે ૩૦ ૪૦ અન્ય દેશ ભારતીય પાસપોર્ટથી વધારે સુવિધા આપે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



