ન્યુ દિલ્હી,તા.૩૦
સ્વયંને શિવભકત ગણાવતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ૩૧ ઓગસ્ટથી ચાર-પાંચ દિવસની કૈલાસ માનસરોવરની યાત્રાએ જઇ રહ્યા છે. આ અંગે કોંગ્રેસના સૂત્રોએ જાણકારી આપી હતી. અગાઉ રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ જશે.
રાહુલ ગાંધીંની કૈલાસ માનસરોવર યાત્રાની ખાસ બાબત એ હશે કે તેઓ નેપાળ નહીં, પરંતુ ચીનના માર્ગે કૈલાસ માનસરોવરની યાત્રાએ જશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલે પોતાને જનોઇધારી હિંદુ અને શિવભકત ગણાવ્યા હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ રુદ્રાક્ષની માળા પણ પહેરે છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસોમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમની આ રુદ્રાક્ષની માળા પણ જાવા મળી હતી.
વાસ્તવમાં કર્ણાટકની ચૂંટણી વખતે રાહુલ ગાંધી સાથે એક એવી ઘટના બની હતી જેનાથી તેમના મનમાં કૈલાસ માનસરોવર જવાનો વિચાર આવ્યો હતો. એપ્રિલમાં દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની જનઆક્રોશ રેલીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું બે-ત્રણ દિવસ પહેલાં કર્ણાટક જતો હતો ત્યારે મારું વિમાન અચાનક ૮,૦૦૦ ફૂટ નીચે આવી ગયું હતું.
એ વખતે હું અંદરથી વિચલિત થઇ ગયો હતો. મને ભગવાન શિવ યાદ આવી ગયા હતા અને મેં કૈલાસ માનસરોવર જવાનો નિર્ણય કર્યો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




