ન્યુ દિલ્હી,તા.૧૭
સુપ્રીમ કોર્ટે આસામ એનઆરસીના કો-ઓર્ડિનેટરને કહ્યું છે કે રાજ્યમાં એનઆરસી ડ્રાફટથી બહાર રાખવામાં આવેલી વસતીના જિલ્લાવાર સ્પષ્ટ આંકડા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. અદાલતે આ મામલાની સુનાવણીની આગામી તારીખ ૨૮ ઓગસ્ટ નક્કી કરી છે.
ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ નવીન સિન્હા અને ન્યાયમૂર્તિ કે.એમ.જાસેફની પીઠે ઓલ આસામ સ્ટુડન્ટસ યુનિયન, ઓલ આસામ માઈનોરિટી સ્ટુડન્ટસ યુનિયન સહિત તમામ સંબંધિત પક્ષો સાથે એનઆરસી મુદ્દાના કેન્દ્રની સંચાલન પ્રક્રિયા (એસઓપી) પર જવાબ માગ્યો હતો.
તેણે રાજ્યના આસામ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન કો-ઓર્ડિનેટર પ્રતીક હજેલાને નિર્દેશ આપ્યો કે તમામ પંચાયત કાયર્લિયોમાં ડ્રાફય એનઆરસીની નકલ ઉપલબ્ધ કરાવે જેથી સામાન્ય માણસ તેને સરળતાથી હાંસલ કરી શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસામ એનઆરસી મુદ્દે પર દાવા અને વાંધા સાથે સંબંધિત ફોર્મ સામાન્ય લોકોને ૨૦ ઓગસ્ટથી ઉપલબ્ધ થઈ જશે. તેમણે કહ્યું કે આ ફોર્મ ૩૦ ઓગસ્ટ પહેલાં સ્વીકારવામાં આવશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



