૫૫ વર્ષે પ્રથમ વાર મહિલા સહિત ત્રણને ભૌતિકશાસ્ત્રનો નોબેલ

0
54

સ્ટોકહોમ,તા.૨
ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પુરસ્કારની ઘોષણા થઇ ગઇ છે. ભૌતિક શાસ્ત્રનો નોબેલ સંયુક્ત રીતે આર્થર એશ્કિન તેમજ ગેરાર્ડ મૌરોઉ અને ડોના સ્ટ્રીકલેન્ડને એનાયત કરાયો છે. આ સાથે ભૌતિકશાસ્ત્રનો નોબેલ મેળવનાર સ્ટ્રીકલેન્ડ વિશ્વના ત્રીજા મહિલા બની ગયા છે.
અગાઉ ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે મહિલા વૈજ્ઞાનિકને નોબેલ ૧૯૬૩માં મારિયા ગોએપ્રટ મેયરને આપવામાં આવ્યું હતું તેના પહેલા ૧૯૦૩માં મેરી કિયુંરીએ ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પ્રાપ્ત કર્યું હતું.
નોબેલ પુરસ્કાર ચિકિત્સા, ભૌતિકશાસ્ત્ર, રસાયણ જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ માટે એનાયત કરાય છે. વિજેતાને ૯ મિલિયન ક્રોનોરની (૭,૭૦,૦૦૦ પાઉન્ડ) ઇનામી રકમ આપવામાં આવે છે
સ્ટ્રીકલેન્ડે તેમના પુરસ્કાર જીતવા પર જણાવ્યું છે કે, મને અત્યંત ખુશી છે કે મને નોબેલ એનાયત કરાયો છે, પરંતુ મને આજે એક મહિલા થવા પર ગર્વ થઇ રહ્યો છે. તેમણે નોબેલ પુરસ્કાર જીતનારા ત્રીજા મહિલા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરવા બદલ જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે ભવિષ્ય તરફ આગળ વધીએ.
આર્થર એશકિનને ઓપ્ટિકલ ટ્‌વીઝર અને તેમની જૈવિક તંત્ર પર અસરના વિષય પર પુરસ્કાર અપાયો છે જ્યારે જેરાર્ડ મૌરોઉ અને ડોના સ્ત્રીકલેન્ડને ઉચ્ચ તીવ્રતા ઉત્પન્ન કરવાની પદ્ધતી, અલ્ટ્રા શોર્ટ ઓપ્ટિકલ પ્લસિસ માટે નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY