રાયપુર,તા.૧૩
બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ) સુપ્રીમો માયાવતીએ ૧૩ ઓક્ટોબરે છત્તીસગઢમાં ચૂંટણીનું રણસિંગૂ ફૂંકી દીધુ. આ દરમિયાન તેમને કેન્દ્ર અને રાજ્યની સરકારો પર શાબ્દિક હુમલો કર્યો. તેમને આરોપ લગાવ્યો કે, કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની રમન સરકારે જનતાને ઘણા બધા વાયદાઓ કર્યા પરંતુ તેમને પૂરા કર્યા નથી. આ દરમિયાન માયાવતીએ કોંગ્રેસ પર બીએસપીને કમજાર બનાવવાનો આરોપ લાગ્યો છે.
તેમને કહ્યું કે, હિન્દી ભાષી રાજ્યોમાં બીએસપીના વધતા જનાધારથી કોંગ્રેસ ચિંતામા હતી. તે બીએસપીને કમજાર કરવા ઈચ્છતી હતી અને ખુબ જ ઓછી સીટો આપી રહી છે, જ્યારે અમે સન્માનજનક સીટ માંગી રહ્યાં હતી, આ કારણે જ અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ નહી.
રેલીને સંબોધિત કરતા માયાવતીએ કહ્યું કે, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. હવે ગઠબંધનના લોકોની તેવી જ કોશિષ રહેશે કે તેમના વધારેમાં વધારે ઉમેદવારો ચૂંટણી જીતીને આવે, તેથી આ ગઠબંધન પોતાના બાહુબળ પર બહુમતી મેળવીને સરકાર બનાવી શકે. તેમને કહ્યું કે, રાજ્યમાં અમારી સરકાર બનવા પર દલિતો, પછાત, લઘુમતી, ગરીબ, મજૂરો અને વ્યાપારીઓનો વિકાસ થશે. સાથે જ લોકો સ્વાભિમાન સાથે જીવન જીવી શકશે.
તેમને કહ્યું કે, રાજ્યમાં વિકાસ થશે, તો નકસલવાદી ગતિવિધિઓમાં પર લગામ કસવામા આવશે. નકસલી પોતે રસ્તા પર આવી જશે. આદિવાસી અને દલિત વિરોધી સરકાર હોવાના કારણે નક્સલી ગતિવિધિઓ વધી છે. આ દરમિયાન માયાવતીએ નોટબંધી, કાળુનાણું, રામ મંદિર અને મોબ લિંચિંગના મુદ્દાઓ પર બીજેપી સરકારની બરાબરની ધોલાઈ કરી હતી. તેમને કહ્યું કે, ચૂંટણી નજીક આવતાની સાથે જ બીજેપી રામ મંદિરનો મુદ્દો ઉછાળવા લાગશે. હવે બીજેપી એક રામ મંદિર નહી, પરંતુ ગમે તેટલા રામ મંદિર બનાવી લે તો પણ તેને કોઈ જ રાજકીય ફાયદો થશે નહી.
આ દરમિયાન માયાવતી સાથે જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જે)ના પ્રમુખ અજીત જાગી પણ હાજર રહ્યાં. આવું પહેલી વખત બન્યું કે, માયાવતીએ કોઈ પાર્ટીના નેતા સાથે એક મંચ પર નજરે પડ્યાં હોય. બીએસપીએ આવતા મહિને છત્તીસગઢમાં થનાર વિધાનસભા ચૂંટણી માટે જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જે) સાથે ગઠબંધન કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





