ફ્લોરિડા,તા.૧૩
અમેરિકાના ફ્લોરિડામાં વિનાશક શકિતશાળી તોફાન માઈકલના કારણે તબાહી મચી ગઈ છે. માઈકલના કારણે ૧પ લોકોનાં મોત થયાં છે અને કરોડોનું નુકસાન થયું છે. આ તોફાન ગુરુવારે ફ્લોરિડા પર ત્રાટકિયું હતું. તોફાનના કારણે એકલા વર્જિનિયામાં જ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે.
અમેરિકામાં વિનાશક તોફાન માઈકલની ઘણી માઠી અસર જાવા મળી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના ચીફ બ્રોક લોન્ગે જણાવ્યું હતું કે, અમને આશંકા છે કે હજુ પણ કાટમાળ નીચેથી વધુ લોકોના મૃતદેહો મળશે અને મૃત્યુઆંક વધશે. ઉલ્લેખનીય છે કે, માઈકલ ફ્લોરિડા પેનહેન્ડલમાં ૧૮પ૧ બાદ આવેલું સૌથી ભયંકર અને વિનાશક તોફાન છે.
માઈકલના કારણે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. મોટાભાગના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તોફાનના કારણે રપ૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. ફ્લોરિડાના તટિય શહેરોમાં માઈકલના કારણે મોટી તારાજી સર્જાઈ છે અને જ્યોર્જિયાથી લઈને વર્જિનિયા સુધી મકાન, દુકાનો અને ખેતરો સાવ નષ્ટ થઈ ચુકવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






