પેટ્રોલ-ડિઝલના ભાવમાં આગ : પેટ્રોલમાં ૧૮ પૈસાનો વધારો

0
9

ન્યુ દિલ્હી,તા.૧૩
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારના રોજ આજે ફરી એકવખત વધારો થયો છે. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં ૧૮ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ત્યારબાદ રાજધાનીમાં પેટ્રોલના ભાવ ૮૨.૬૬ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. સાથો સાથ ડીઝલના ભાવમાં ૨૯ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આથી દિલ્હીમાં ડીઝલના ભાવમાં ૭૫.૧૯ રૂપિયા પ્રતિ લીટર થયો છે. ઉલ્લેખનીય છે કે આઠ દિવસ અગાઉ જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂપિયા ૫નો ઘટાડો કરાયો હતો. પરંતુ તેની કોઇ અસર બજાર પર જાણે દેખાય રહી નથી. પ્રજા ભાવ ઘટાડા બાદ ભાવ વધારાથી નારાજ છે.
આપને જણાવી દઇએ કે શુક્રવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો હતો. શુક્રવારે પણ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૧૨ પૈસા પ્રતિ લીટર થયો હતો. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૨૮ પૈસા થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY