મેરઠ,તા.૪
ઉત્તરપ્રદેશના મેરઠ શહેરમાં બાળકીઓની સાથે યૌન શોષણ કરવાનો એક હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. વીમા કંપનીમાંથી રિટાયર્ડ એક ૬૩ વર્ષના અધિકારી પર કેટલીય બાળકીઓને પોતાના ઘરમાં યૌન શોષણ કર્યાનો આરોપ છે. આરોપી આ બધાનું વીડિયો રેકોડિંગ પણ કરતો હતો. આરોપીના ઘરમાંથી છેલ્લાં બે વર્ષનું રેકો‹ડગ મળતા આ ભાંડો ફૂટ્યો. પોલીસે બુધવારના રોજ એફઆઇઆર નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીને શુક્રવારના રોજ કોર્ટમાં હાજર કર્યા બાદ પોલીસ પાછો લઇ જઇ રહી હતી ત્યારે ત્યાં હાજર કેટલાંક વકીલોએ આરોપીની જોરદાર ધોલાઇ કરી નાંખી. પોલીસે આ કેસમાં એક બીજી મહિલા અને સીસીટીવી લગાવનાર ટેકનિશનની પણ ધરપકડ કરી છે.
જ્યારે બાળકીની સાથે યૌન શોષણ કરતો એક વીડિયો વાયરલ થયો તો ઉત્તરપ્રદેશની પોલીસ તપાસમાં લાગી ગઇ હતી કે આ વીડિયો કયાંનો છે. પોલીસને તપાસ કરતાં ખબર પડી કે વીમા કંપનીનો પૂર્વ અધિકારી છે. આ અધિકારી બાળકીઓનો ભરણપોષણનો ખર્ચો ઉપાડવાના નામ પર દરિંદગી કરતો હતો. પોલીસની સાથે પૂછપરચ્છમાં આરોપીએ ૬ બાળકીની સાથે ચોંકાવનારું કૃત્ય કર્યાની વાત કબૂલી છે. પોલીસે ત્રણ બાળકીની સાથે યૌન શોષણની પુષ્ટિ કરી છે.
બાળોકીઓને આરોપીના ઘરે લાવામાં એક મહિલા મદદ કરતી હતી, તેની ધરપકડ કરી લેવાઇ છે. આરોપીની પણ તમામ હરકત સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસનું માનવું છે કે બાળકીઓનું યૌન શોષણ કરાયાનો આંકડો વધી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



