ન્યુ દિલ્હી,તા.૯
કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એ હાલના રિપોર્ટમાં ભારતીય સેનાના યુદ્ધ વિમાન મિગ ના ટાયર- ટ્યૂબની ખરીદીમાં થયેલ છબરડાનો અને વાયુ સેનાના એમઆઇ૧૭ હેલીકોપ્ટરના રિપેરિંગ અને ઓવરહોલિંગ પર ત્રણ ગણો ખર્ચ દર્શાવવાનો ઘટસ્ફોટ કરાયો છે. અહેવાલમાં છેલ્લા ૯ નવ વર્ષથી ચાલી રહેલા ભાવ વધારાનો ભેદ ખુલ્યો છે. એમઆઇ ૧૭-ૈંફ હેલીકોપ્ટરની ખરીદી ૨૦૦૦ થી ૨૦૦૩ની વચ્ચે કરાઇ હતી જેનો ઉપયોગ સેનામાં રક્ષા અર્થે અને માલ-સામાનની હેરફેર માટે થાય છે.
કેગના રિપોર્ટ પ્રમાણે પોલેન્ડની એક કંપની પાસેથી લગભગ ૬ કરોડ રૂપિયાના ૩,૦૮૦ ડિફેક્ટિવ ટાયર-ટ્યૂબની ખરીદી કરવામાં આવી છે. જે હાલમાં બિન ઉપયોગી પૂરવાર થયા છે.
કોઇ પણ ફાઇટર પ્લેનના ટાયર-ટ્યૂબ ફાટવાથી મોટી ઘટનાની સંભાવના રહે છે. ૨૫થી ૩૦ વખત લેંડિગ થયા બાદ ટાયર-ટ્યૂબ ખરાબ થઇ જતા હોય છે. એક ટાયર-ટ્યૂબની કિંમત ૨૦ હજાર રૂપિયા છે. ગત સાત વર્ષોમાં મિગ ફાઇટર વિમાનોના ૩૨ ટાયર-ટ્યૂબ ફાટી ગયા હતા. જેમાં ૮૪ ટકા કેસોમાં મટિરીયલ ખરાબ હોવાના અહેવાલ છે.
હેલીકોપ્ટરના રિપેરિંગ અને ઓવરહોલિંગની વ્યવસ્થા દેશમાં સમયસર ઉભી કરવામાં ન આવતા હેલીકોપ્ટરો વિદેશમાં મોકલવા પડે છે જેનાથી તેનો ખર્ચ ત્રણ ગણો લગભગ ૬૦૦ કરોડ જેટલો વધી ગયો છે. જેના માટે જવાબદાર સેના દ્વારા ઉપકરણોની ખરીદીના ટેન્ડર અને બીજી પ્રક્રિયાઓ સમયે ન થઈ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. હેલિકોપ્ટરના રિપેરિંગનું ૮૫ ટકા કામ વર્તમાન રિપેરિંગ સેન્ટર્સ પર થઈ શકતું હતું ફક્ત ૧૫ ટકા કામ માટે ૧૯૫ કરોડનઆ ખર્ચે રિપેરિંગ કેન્દ્ર સ્થાપનાવું હતું પરંતુ તેમ કરાયું હતું.
રિપોર્ટમાં જણાવાયું છે કે એમઆરએફ કંપની પાસેથી ટાયર-ટ્યૂબની ખરીદીની શરૂઆત ૨૦૧૦માં કરાઇ હતી. પરંતુ ટાયર-ટ્યૂબના સેમ્પલની માંગણી સામે સેના મુખ્યાલચમાંથી ૧૧ મહિના બાદ જવાબ અપાયો કે મિગની લાઇફ હવે ખતમ થવા આવી છે અને જે વિમાનો રહ્યા છે તેના માટે પૂરતો જથ્થો છે. પરંતુ થોડા જ મહિના પછી ૧૧૪૨૫ ટાયર-ટ્યૂબનો ઓર્ડર પોલેન્ડની સિનજેન કંપનીને આપવામાં આવ્યો.
કેગે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા દ્વારા ડ્રોનના વિકાસમાં વિલંબ સામે સવાલો ઉઠાવ્યા છે. કેગ મુજબ ડ્રોન પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થવાથી ૧૦૦૦ કરોડથી પણ વધારે ખર્ચ થયો છે અને હજુ પણ ભારતીય સેનાને ડ્રોન નથી મળ્યા જેનાથી હવાઇ દેખરેખ પ્રણાલી પ્રભાવિત થઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



