મીરા નથી ઈચ્છતી કે ફેન્સ દિકરા માટે ગિફ્ટ મોકલે….!!

0
10

મુંબઈ,તા.૧૬
૫ સપ્ટેમ્બરના શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે દિકરાને જન્મ આપ્યો. શાહિદ અને મીરાએ પોતાના દિકરાનું નામ ઝૈન રાખ્યું છે. ઝૈન કપૂરને મિત્રો, પરિવારના લોકો અને ફેન્સની તરફથી અનેક શુભકામનાઓ અને ગિફ્ટ્‌સ મળી રહી છે.
શાહિદ કપૂર અને મીરા રાજપૂત ફેન્સના આ પ્રેમથી ખૂબ જ ખુશ છે, પણ તેણે લોકોએે એક વિનંતી કરી છે. મીરાએ પોતાના સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મેસેજ લઇને લોકોને અપીલ કરી છે.
મીરાએ લખ્યુ છે કે, ઝૈન માટે ગિફ્ટ્‌સ મોકલવા બદલ તમારો અભાર, અમારી પાસે જ છે તે દરેક વસ્તુ માટે ખૂબ જ આભારી છીએ, પરંતુ એવા ઘણા પરિવાર અને બાળકો છે જે ખરેખરમાં જરૂરિયામંદ છે. પ્લીઝ તમારા ગિફ્ટ્‌સ એવા બાળકોને મોકલો જેને વધારે જરૂર છે.
તો બીજી તરફ શાહિદ કપૂરે તાજેતરમાં ટ્વિટર પર ટ્‌વીટ કરીને લખ્યુ કે, ઝૈન હમણાં જ ઘરે આવ્યો છે, મીશા બીમાર છે. આ કારણે પ્રમોશન માટે પણ નથી જઇ શક્યો. ‘બત્તી ગુલ મીટર ચાલુ’ ફિલ્મને ૯ દિવસની વાર છે, પરંતુ પેરેન્ટ હોવું સૌથી પહેલા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY