આલિયાને પડતી મૂકી ભણસાલીએ પોતાની ફિલ્મ માટે દીપિકાને સાઈન કરી

0
14

મુંબઈ,તા.૧૬
સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં આલિયા ભટ્ટ કામ કરવાની છે, એવી ગુસપુસ બોલીવૂડમાં થતી હતી. પરંતુ હવે એવી વાત આવી છે કે ભણશાલીએ પોતાની ફેવરિટ અભિનેત્રી દીપિકા પદુકોણને સાઇન કરી છે. જો આમ હશે તો દિગ્દર્શક અને દીપિકાની આ ચોથી ફિલ્મ સાથે હશે.
સૂત્રની વાત સાચી માનીએ તો આલિયાને આ ફિલ્મ ન મળવા માટે જવાબદાર કરણ જોહર છે. કહેવાય છે કે, આલિયા ને તો ભણશાલીની ફિલ્મમાં કામ કરવાની બહુ ઇચ્છા હતી. પરંતુ કરણ જોહરે તે જ સમયે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી જેમાં આલિયાને મુખ્ય અભિનેત્રી છે. તેથી આલિયા કરણ જોહરને ના પાડી શકે એમ નથી. કરણ જોહર આલિયાને પોતાની પુત્રી સમાન માને છે, તેણે જ આલિયાને બોલીવૂડમાં લોન્ચ કરી છે. તેથી આલિયા પણ કરણ જોહરનું માન રાખી રહી છે.
આલિયા અને ભણશાલી સાથે બીજી વખત આમ બન્યું છે કે, તેઓ સાથે કામ કરી શક્યા નથી. ભૂતકાલમાં જ્યારે આલિયા ૧૧ વરસની હતી ત્યારે ભણશાલીએ તેને બાળ વધુ તરીકે ફિલ્મ ‘હમારી જાન હો તુમ માં લેવાની ઇચ્છા હતી.પરંતુ એ સમયે એ ફિલ્મ બની શકી નહીં. હવે ફરી એક વખત આલિયા ભણશાલી સાથે કામ કરવાની તક ચુકી ગઇ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY