કોંગ્રેસમાં મારી સાથે લડવાની હિંમત નથી એટલે હવે માતાને અપશબ્દો બોલે છે : મોદી

0
6

કોંગ્રેસ નેતાના માતાવાળા નિવેદન બાદ વડાપ્રધાનના કોંગ્રેસ પર આકરા પ્રહારો
અમારી સરકાર કોઇ રિમોટ કંટ્રોલવાળી સરકાર નથી,કોંગ્રેસ સરકાર ચાર પેઢીઓનો હિસાબ આપવા તૈયાર નથી અને ન તો તેની ચર્ચા કરવા માટે તૈયાર છે
છતરપુર,તા.૨૪
મધ્યપ્રદેશમાં થનાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે તમામ રાજનૈતિક પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પીએમ મોદી હાલ છતરપુરમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે, મધ્યપ્રદેશનો વિકાસ કરવો રાજા મહારાજાઓની વાત નથી. આ કામ માત્ર શિવરાજ અને બીજેપી સરકાર જ કરી શકે છે. છતરપુરમાં પાણીની સમસ્યાનેદૂર કરવાનું કામ શિવરાજ સરકારે કરીને બતાવ્યું છે, જ્યારે અમુક લોકોએ અહીં તળાવો ઉપર કબજા જમાવીને રાખ્યો છે.
પીએમે સોનિયા ગાંધી પર નિશાન સાંધતા કહ્યું કે, અમારી સરકાર કોઇ રિમોર્ટ કંટ્રોલ વાળી સરકાર નથી. આ સવાસો કરોડ લોકોની સરકાર છે. મેડમની જેમ ઘરમાં બેસીને રિમોર્ટ કંટ્રોલથી અમે ચલાવતા નથી. મેડમે ઘરમાં બેસીને દેશનો ખજાનો લૂંટ્યો છે. તેમણે દેશના પૈસાને ઉદ્યોગપતિઓને આપી દીધા. પરંતુ અમે મુદ્રા યોજના મારફતે યુવાઓને કોઇ ગેરંટી વગર લોન આપવાનું કામ કર્યું છે. તેનાતી નવજવાનોને રોજગાર મળશે. સોનાની ચમચી લઇને પેદા થનાર રાજા મહારાજા કન્ફ્યૂઝ છે.
મોદીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સરકાર ચાર પેઢીઓનો હિસાબ આપવા તૈયાર નથી અને ન તો તેની ચર્ચા કરવા માટે તૈયાર છે. ચાવાળાના ચાર વર્ષની સરકાર પર ચર્ચાથી ભાગી રહ્યા છે. હાલ તેમની પાસે કોઇ મુદ્દો નથી. મોદી પર હમલો કરવાના બદલે મોદીની માતાને ગાળો આપી રહ્યા છે. મોદીની માતાને બદનામ કરી રહ્યા છે. જે માતાને રાજનીતિ વિશે કંઇ ખબર નથી, તે માતાને રાજનીતિમાં ઘસેડવાની શું જરૂર છે. કોંગ્રેસના લોકોમાં મોદી સાથે મુકાબલો કરવાની હિંમત જ નથી.
પીએમે કહ્યું કે, મામા શિવરાજને ગાળો આપી રહ્યા છે, તેનો જવાબ અહીંના ભાણિયા અને ભત્રીજા આપશે. મામા શિવરાજના બદલે સારું હોત કે તમે મામા એન્ડરસન અને મામા કાયત્રોચીને પણ યાદ કરતા. ગોપાલ ગેસ કાંડના આરોપી મામા એન્ડરસનને ભગાડવાનું કામ રાજાના પિતાની સરકારે કર્યું હતું. અહીં મધ્યપ્રદેશમાં ચૂંટણી લડનાર લોકો પણ જે શબ્દોનો ઉપયોગ નથી કરતા. મધ્યપ્રદેશની જનતાને (કોંગ્રેસ) એવો હિસાબ આપવો જાઇએ કે મોદીની માતાને ગાળો આપનાર લોકોને જામીન પણ ન આપતા.
તેમણે કહ્યું કે, બીજેપી વિકાસના મંત્ર અને ભ્રષ્ટાચારની બિમારીને હટાવવાને લઇને અમે આગળ વધી રહ્યા છીએ. એવામાં તમે રાજ્યમાં બીજેપીની સરકારને પસંદ કરો. અને અમે બદલામાં તમને રાજ્યના વિકાસનું કામ અમે કરીશું અને પાઇ-પાઇનો હિસાબ આપીશું. અમે ગરીબો માટે સારી સારવાર માટે આયુષ્યમાન યોજના લાવ્યા છીએ. ગંભીર બિમારીના કારણે મોંઘામાં મોંઘી સારવાર માટે આયુષ્યમાન છે. આ દેશના ગરીબોને તાકાત આપવા માટે અમે કામ કરી રહ્યા છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY