રાફેલ સોદો બોફોર્સનો બાપ છે : શિવસેનાનો મોદી સરકાર પર હુમલો

0
7

મુંબઈ,તા.૧
શીવસેનાસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે રાફેલ સોદો બોફોર્સનો બાપ છે અને એ વિશે સતત બોલ્યા બાદ કાંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનું દેશની રાજનીતિમાં મહત્વં વધી ગયું છે. શીવસેનાના મુખપત્ર સામનામાં રાઉતે જણાવ્યું હતું કે જે લોકો બોફોર્સ વખતે કાંગ્રેસના નેતા સોનિયા ગાંધીના સગાઓ પર રૂ. ૬૫ કરોડની કટકી ખાવાનો આરોપ કરી રહ્યા હતા, તેઓ હવે સત્તા પર છે.
રાફેલ જેટ સોદામાં આજે એમના પર રૂ. ૭૦૦ કરોડની કટકી ખાવાનો આરોપ થઇ રહ્યો છે. રાફેલ સોદો બોફોર્સનો બાપ છે.
ફ્રાંસના પ્રમુખ હોલાન્ડેના સોદા વિશે કરવામાં આવેલા નિવેદનને લઇને ભારતીય જનતા પક્ષ પર ટોણો મારતા રાઉતે જણાવ્યું હતું કે એને વિચાર આવે છે કે હવે ફ્રાંસના પ્રમુખને કાંગ્રેસ પ્રમુખના ટેકેદાર ગણાવાશે કે પછી એનેરાષ્ટ્ર-વિરોધી કહેવામાં આવશે.
તેમણે એમ જણાવ્યું હતું કે, રાફેલનો વિરોધ માત્ર કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ જ ગાંધી કરી રહ્યા છે, બીજી બધી પાર્ટી ચૂપ છે. જેથી ગાંધી તરફ લોકોનું ધ્યાન વધારે ખેંચાયું છે.
આજના સમયમાં થતી સિકિયોરિટી ડીલ્સમાં કંઈ છૂપુ હોતું નથી. એટલે માહિતી ગુપ્ત રાખવાનો કોઈ અર્થ સરતો નથી. રાફેલ ડીલ મામલે શદર પવારે મોદીને કિલનચીટ આપી હોવાથી આ મામલો થોડો ઠંડો પડ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY