ન્યુ દિલ્હી,તા.૨
રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજંયતિ અવસરે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આંતર રાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનમાં કેટલાય દેશોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એનટોનિયો ગુટારેસ પણ કાર્યક્રમમાં સામેલ થયા,તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અહીંયા મહાત્મા ગાંધીના જીવન આધારીત પ્રદર્શન પણ જાયું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ વિષય પર વિશ્વના કેટલાય દેશો અહીંયા એક સાથે છે. સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર વિશ્વના કેટલાય દેશો એક સાથે આવ્યા, એ મોટી ઘટના છે. તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યુ કે, ગાંધીજીના જન્મદિવસના ૧૫૦મા વર્ષમાં આપણ કદમ રાખી રહ્યાં છીએ. આજે સ્વચ્છતાના કામને લઈને સરકારી ઓફિસોમાં હવે બાબૂગીરી નહીં પરંતુ ગાંધીગીરી ચાલે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આજે આપણે મહાત્મા ગાંધીના સપનાંને પૂરા કરવામાં લાગ્યા છીએ. ગાંધીએ કહ્યુ હતું કે એ સ્વતંત્રતા અને સ્વચ્છતામાં પ્રથમ સ્વચ્છતાને પ્રાથમિકતા આપે છે. એમણે ૧૯૪૫માં ગ્રામીણ સ્વચ્છતા અંગે લખ્યું હતું.
મોદીએ વધુમાં કહ્યુ કે, ગાંધી ફક્ત ગંદકીથી બિમારીના કારણે જ સ્વચ્છતા પર ભાર આપતા નહતાં, પરંતુ જ્યારે આપણે ગંદકી દૂર કરતા નથી એ અસ્વચ્છતા આપણી અંદર આવે છે, આ પરિસ્થિતિને સ્વીકારવાનું કારણ બને છે.
વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સ્તર પર સ્વચ્છતાના મિશનને આગળ લઈ જવા માટે ૪પીનો મંત્ર આપ્યો. તેમણે કહ્યુ કે, વિશ્વને સ્વચ્છ બનાવવા માટે ૪પીની આવશ્યકતા છે, એમાં પોલીટીકલ લીડરશીપ, પબ્લીક ફંડિંગ, પાર્ટનરશીપ, પીપલ્સ પાર્ટીસીપેશન સામેલ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




