શું મોદી સરકાર અસ્થાના છાવરી રહી છે…??

0
6

સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની ગોધાલડાઈમાં મંગળવારે રાત્રે નવો વળાંક આવી ગયો. સીબીઆઈ કેન્દ્ર સરકારના તાબેદાર છે ને તેના અધિકારીઓ જાહેરમાં કૂતરાં-બિલાડાંની જેમ લડતા હોય ત્યારે સરકારે તેમને ડારો આપીને ચૂપ કરી દેવાના હોય. તેના બદલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બંનેને રજા પર ઉતારી દીધા. વર્મા અને અસ્થાના બંને પાસેથી તમામ કામગીરી લઈ લેવાઈ છે ને બંનેને સાવ નવરા કરી દેવાયા છે. બંનેએ સીબીઆઈની ઓફિસે જ નહીં આવવાનું કે કોઈ કેસની તપાસ નહીં કરવાની એવું ફરમાન કરી દેવાયું છે. બંનેએ સરકારનો મફતનો પગાર ખાવાનો ને ઘેર બેસીને માખો માર્યા કરવાની એવી હાલત બંનેની કરી દેવાઈ છે.
આ ગોધાલડાઈમાં નાગેશ્ર્વર રાવ નામના સાવ નવા નિશાળિયાને લોટરી લાગી ગઈ કેમ કે મોદી સરકારે તેમને સીબીઆઈના કર્તાહર્તા બનાવી દીધા. કાલ લગી નાગેશ્ર્વર રાવ કઈ વાડીનો મૂળો છે તેની જ કોઈને ખબર નહોતી ને રાતોરાત આ માણસ દેશની સૌથી પાવરફુલ તપાસ એજન્સીનો સર્વેસર્વા બની ગયો છે. નાગેશ્ર્વર રાવની આ બાદશાહત કેટલા દિવસ ટકશે એ ખબર નથી પણ અત્યારે રાવનાં નસીબ ખૂલી ગયાં છે.
કેન્દ્ર સરકારના આ હુકમ સામે એક તરફ આલોક વર્મા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. કેન્દ્ર સરકાર આ રીતે તેમને રજા પર ના ઉતારી શકે તેવો વાંધો તેમણે લીધો છે ને આ મામલે તાત્કાલિક સુનાવણીની માગ કરી છે. સુપ્રીમ કોર્ટે બે દાડા પછી એટલે કે શુક્રવારની તારીખ પાડી છે તેના કારણે વર્માએ બે દાડા રાહ જાવી પડશે પણ ત્યાં લગી કાંગ્રેસવાળા મચેલા રહેશે એટલે આ મુદ્દો ગરમ રહેવાનો જ છે. આ ગોધાલડાઈના કારણે કાંગ્રેસને ગોળનું ગાડું મળી ગયું છે ને કાંગ્રેસના નેતાઓએ બેઉ હાથે મોં મીઠાં કરવા મંડ્યા છે. કાંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની પિન છેલ્લા કેટલાક દાડાથી રાફેલ સોદા પર અટકેલી છે ને આ મુદ્દે ભાજપ સરકારની મેથી મારવાની એક પણ તક એ છોડતા નથી. સીબીઆઈના ભવાડાને પણ તેમણે રાફેલ સોદા સાથે જાડી દીધો ને લાગલું એવું આળ જ મૂકી દીધું કે, વર્માએ રાફેલ સોદાની ફાઈલ માગેલી તેમાં તેમનો વારો પડી ગયો છે.
આ મામલો એટલો ચગ્યો છે કે, કેન્દ્ર સરકાર વતી અરૂણ જેટલીએ ચોખવટ કરવા મીડિયા સામે આવવું પડ્યું. જેટલી પોતાની જાતને બહુ હોંશિયાર સમજે છે ને કમનસીબી એ છે કે નરેન્દ્ર મોદી પણ એવું જ માનતા લાગે છે. જેટલી ફાંકડું અંગ્રેજી બોલે છે એ કારણ હોય કે બીજું કંઈ કારણ હોય આપણને ખબર નથી પણ સરકારમાં કંઈ પણ ડખો થાય ત્યારે એ જેટલીને આગળ કરી દે છે. જેટલી સુપ્રીમ કોર્ટમાં વકીલ છે એટલે બોલવામાં કોઈને પહોંચવા દે એવા નથી તેથી વાતોના વડાં એ સારાં કરી લે છે પણ સરવાળે તેમની વાતોમાં કશું કમાવાનું હોતું નથી. સીબીઆઈના ડખાના મામલે પણ એવું જ થયું ને જેટલીએ જે ચોખવટો કરી એ હાસ્યાસ્પદ છે.
જેટલીના કહેવા પ્રમાણે, વર્મા અને અસ્થાના બંનેને એટલા માટે રજા પર ઉતારી દેવાયા છે કે જેથી સીબીઆઈમાં આંતરિક પ્રમાણિકતા જળવાય ને ન્યાયી રીતે કામ થાય. જેટલીના કહેવા પ્રમાણે તો ન્યાયના સર્વોચ્ચ સિદ્ધાંતો પ્રમાણે આ નિર્ણય લેવાયો છે ને સેન્ટ્રલ વિજિલન્સ કમિશને કરેલા સૂચન પછી બંનેને રજા પર ઉતારાયા છે. બંને અધિકારીઓએ એકબીજા પર આક્ષેપો કર્યા છે એ જાતાં બંને સીબીઆઈમાં રહે તો તપાસ ન્યાયી રીતે થાય નહીં એટલે તેમને રજા પર ઉતાર્યા વિના છૂટકો નહોતો. હવે ન્યાયી રીતે તપાસ થશે ને બેમાંથી જેની સામે પુરાવા હશે તેણે તેની સજા ભોગવવી પડશે.
જેટલીએ જે વાત કરી છે એવી વાત બુદ્ધિનું દેવાળું ફૂંકિયું હોય એવો કોઈ માણસ જ કરી શકે. જેટલીએ બુદ્ધિનું દેવાળું ચોક્કસ નથી ફૂંકિયું છતાં એ આવી વાત કરે છે કેમ કે એ અસ્થાનાને છાવરવા માગે છે ને અસ્થાનાને છાવરવા માટે તેમણે વર્માને વધેરી નાંખ્યા છે. જેટલીના દાવા પ્રમાણે અસ્થાના ને વર્મા બંને શંકાના દાયરામાં છે ને આ વાત મોટું જૂઠાણું છે કેમ કે વાસ્તવમાં તો અસ્થાના એકલા જ શંકાના દાયરામાં છે. અસ્થાના સામે જ મટનના વેપારી મોઈન કુરેશીના દલાલ પાસેથી પાંચ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. અસ્થાના સામે સીબીઆઈએ આ મામલે એફઆઈઆર પણ દાખલ કરી છે. અસ્થાના સામે સ્ટ‹લગ બાયોટેકના સાંડેસરા બંધુઓ પાસેથી રોકડી કરવાના આક્ષેપ પણ છે. અસ્થાનાએ પોતાની દીકરીનાં લગ્નમાં લખલૂટ ખર્ચો કરેલો ને આ ખર્ચો કરવાની નોટો ક્્યાંથી આવી એ સવાલનો જવાબ નથી મળતો. અસ્થાનાની દીકરીનાં લગ્ન અસ્થાના વડોદરાના પોલીસ કમિશનર હતા ત્યારે થયેલાં. એ વખતે સાહેબને રાજી રાખવા વડોદરાના રાજવી પરિવારથી માંડીને સાંડેસરા સુધીનાં બધાંએ પોતાની તિજારીઓ ખુલ્લી મૂકી દીધેલી. અસ્થાના સામે એ સિવાય પણ બીજી ફરિયાદો છે.
બીજી તરફ વર્મા સામે તો કોઈ ફરિયાદ જ નથી ને જે પણ છે એ નર્યા આક્ષેપ જ છે. આ આક્ષેપ પણ પાછા બીજા કોઈએ નહીં પણ અસ્થાનાએ કર્યા છે. અસ્થાનાએ પણ પોતે ભેરવાયા પછી આ આક્ષેપો કર્યા છે. મોદી સરકાર અસ્થાનાને સીબીઆઈના સર્વેસર્વા બનાવવા માગતી હતી પણ સુપ્રીમ કોર્ટના કારણે એ મનસા ના ફળી. એ પછી અસ્થાનાને સ્પેશિયલ ડિરેક્ટર બનાવાયા ને એ વખતે પણ અસ્થાના સામે સ્ટ‹લગ બાયોટેક પાસેથી કરોડોની લાંચ લેવાના આક્ષેપો તો હતા જ. એ વખતે વર્માએ તેનો વિરોધ કરેલો ને ત્યારથી બંને વચ્ચે ડખો શરૂ થયો. આ વાત ગયા વરસના ડિસેમ્બરની છે ને આ વરસે ઓગસ્ટમાં અસ્થાનાએ ચીફ વિજિલન્સ કમિશન (સીવીસી) અને કેન્દ્ર સરકારને પત્ર લખીને વર્મા સામે આક્ષેપો કર્યા ત્યાં લગી વર્માનું નામ કિયાય ઉછળ્યું નહતું કે તેમના નામે કોઈ કલંક નથી. અસ્થાનાએ જે લખ્યું તેમાં પણ માત્ર આક્ષેપો જ છે, કોઈ પુરાવા નથી કે બીજું કશું નક્કર નથી. આ સંજાગોમાં વર્માને કઈ રીતે દૂર કરી શકાય એ જ સવાલ મોટો છે.
વાસ્તવમાં તો મોદી સરકારે અસ્થાનાને દૂર કરવા જાઈએ કેમ કે તેમની સામે માત્ર આક્ષેપો થયા નથી પણ ફરિયાદ થઈ છે. આ આક્ષેપો સાચા જ છે એવું ના કહી શકાય પણ એ વાત કોર્ટમાં સાબિત થવા દેવી જાઈએ. અસ્થાના નિર્દોષ સાબિત થાય ત્યાં લગી તેમને સીબીઆઈમાં ના રખાય એ વાત ન્યાયી કહેવાય પણ જેની સામે કોઈ કેસ નથી તેવી વ્યકિતને ભોગ બનાવો એ ન્યાયી ના જ કહેવાય. અલબત્ત મોદી સરકાર કેમ એ રીતે વર્તી છે તેનો જવાબ બધાંને ખબર છે.
મોદી સરકાર બીજી રીતે પણ વાંકમાં છે. મોદી સરકાર માનતી હોય કે આલોક વર્મા વાંકમાં છે ને તેમની સામેના આક્ષેપોમાં વજૂદ છે તો તેણે તેની તપાસ કેમ ના કરાવી ? અસ્થાનાએ તો છેક ઓગસ્ટમાં વર્મા સામે આક્ષેપો કરેલા. સરકારને એ વખતે કેમ ના લાગ્યું કે, અસ્થાનાની વાતમાં દમ છે ને આ આક્ષેપોની તપાસ કરાવવી જાઈએ? મોદી સરકાર બે મહિના બેસી રહી ને હવે અસ્થાનાના પગ તળે રેલો આવ્યો ત્યારે જ તેને વર્મા પણ શંકાસ્પદ છે એ યાદ આવ્યું એ કેવું કહેવાય ? માનો કે અસ્થાના ભેરવાયા ના હોત તો સરકારે કશું કર્યું જ ના હોત ને?
સીબીઆઈના આ ભવાડામાં મોદી સરકાર અત્યંત નબળી સાબિત થઈ છે. દેશની ટોચની એજન્સીમાં આ રીતે બે અધિકારીઓ લડે ને સરકાર તમાશો જાયા કરે તેનાથી વધારે શરમજનક કશું ના કહેવાય. અસ્થાના કે વર્મા પોતાના અધિકારો માટે અદાલતમાં જાય તે બરાબર છે પણ અંદરની લડાઈની વાતો મીડિયા લગી પહોંચે ને જાહેરમાં ભવાડો થાય તેના કારણે શિસ્તના તો ધજાગરા ઊડી ગયા છે. અસ્થાના ને વર્મા સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા હોય તો પણ તેમણે કરેલી ગેરશિસ્ત માટે તો એ બંને દોષિત છે જ ને મોદી સરકારે બંને સામે પગલાં લેવાં જાઈએ.
જા કે મોદી સરકાર એવું કશું નહીં કરે કેમ કે આલોક વર્મા બે મહિના પછી નિવૃત્ત થવાના છે ને એ પછી અસ્થાનાની તાજપોશીનો તખ્તો તૈયાર છે. મોદી સરકાર ગમે તે રીતે સમય કાઢવા માગે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY