શોખ માટે મોપેડની ચોરી કરનાર સગીર વયના છોકરાની અટકાયત

0
9

જીલાની મસ્જિદ પાસેથી છોકરાએ મોપેડ ચોર્યુ હતું
સુરત, તા.૧૫
સુરત પોલીસ ટીમે શહેર વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન હે.કો. નિતેશ તન્સુખભાઈ તથા પો.કો. દેવેન્દ્રદાન ગંભીરદાનનાઓને મળેલ બાતમી હકીકત આધારે અડાજણ પાટીયા, ધનમોરા કોમ્પ્લેક્ષ પાસેથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ચોરીની એક મેસ્ટ્રો મોપેડ નંબર જીજે-૫-એમજી-૪૪૨૨ કિંમત રૂ.૧૫૦૦૦ની મત્તા સાથે ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પૂછપરછમાં હકીકત એવી જાહેર થયેલ છે કે, તેના માતા પિતા કિશોર નાનો હતો ત્યારે જ મરણ ગયેલ હોય જેથી કિશોરની પરવરીશ તેની દૂરની માસી કરતી આવેલ હતી. બાળ કિશોર મોટો થતા તેને બાઈક ચલાવવાનો શોખ થવા લાગતા તે રોડ પર આવતા જતા વાહન ચાલકો કઈ રીતે પોતાની ગાડી ચાલુ કરે છે અને એક્સેલેટર આપે છે અને ગીયર કેવી રીતે પાડે છે અને બ્રેક કઈ રીતે મારે છે જે તમામ બારીકાઈથી જોતો આવેલો હતો. હાલમાં રમઝાન માસ ચાલતો હોય બાળ કિશોર ગત તા.૧૩-૫-૨૦૧૯ના વહેલી સવારે ઉઠીને ઘરેથી ચાલતો જીલાની બ્રીજ નજીક આવેલ જીલાની મસ્જિદ પાસે પાંચેક વાગ્યાના સુમારે આવેલો ત્યારે ત્યાં જીલાની મસ્જિદમાં નમાઝ પઢવા આવેલ નમાઝીઓનાં ટુ વ્હીલ વાહનો પાર્ક કરેલ હોય ત્યાં પાર્ક કરેલ મેસ્ટ્રો મોપેડની કીક મારતા ચાલુ થઈ જતાં ત્યાંથી હંકારીને ચાલી ગયેલ હોવાની કબુલાત આધારે તપાસ કરતા રાંદેર પો.સ્ટે. આઈ-૧૦૫-૨૦૧૯ ઈ.પીકો કલમ ૩૭૯ મુજબનો નોંધાયેલ છે. આમ ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં રાંદેર પો.સ્ટે.ના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY