રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર
હળવદ : હળવદ એપીએમસી ખાતે નિર્માણ થયેલા દ્રારકાધીશ ટી સ્ટોલ નો આજે દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
હળવદ ધાંગધ્રા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ માં આજરોજ દ્વારકાધીશ ટી સ્ટોલ પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પુર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા,એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ,મોરબી જિલ્લા પંચાયત ના સદસ્ય હેમાંગ ભાઈ રાવલ,હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી,મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ માર્કેટિંગ યાર્ડ ના કર્મચારીઓ વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
આ તકે દ્વારકાધીશ ટી સ્ટોલના ઓનર નયનભાઈ પટેલએ જણાવ્યું હતું કે આ સ્ટોલમાં ચાય બનાવવા માટે દૂધ એકદમ સારી ક્વોલિટીનુ વાપરવામાં આવશે સાથે જ બજારમાં અને માર્કેટયાર્ડમાં જે કિંમત એ ચાય આપવામાં આવે છે એ જ કિંમત અહીં પણ રાખવામાં આવી છે અહીં ખાસ વાત એ છે કે અહીં ચાય બનાવવા માટેના તમામ વાસણો તાંબાના અને પિત્તળના છે સાથે જ ચાય તાંબાની પ્યાલીમા અને માટીની પ્યાલીમા આપવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે ચાયના બંધાણી અહી એક વાર ચાય પીવા આવશે તો દ્વારકાધીશ ટી સ્ટોલ ના ચાહક બની જસે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





