હિટ ફ્રેન્ચ ફિલ્મ ‘પોઇન્ટ બ્લેન્ક’ની હિન્દી રિમેક બનશે

0
18
મુંબઈ,તા.૧૮
આગેવાન ફિલ્મ સર્જક શશાંક ઘોષ હિટ ફ્રેન્ચ ફિલ્મ પોઇન્ટ બ્લેન્કની હિન્દી રિમેક બનાવશે એેવા અહેવાલ પ્રગટ થયા હતા.  આ ફિલ્મમાં એવી કથા છે કે ધંધાદારી હત્યારાઓ અને તેમની સાથે ભળેલા પોલીસમેનથી પોતાની પત્નીને બચાવવા એક માણસ એકલે હાથે લડતો રહે છે.
અગાઉ શશાંક ઘોષ એકતા અને રિયા કપૂરની વીરે દી વેડિંગ અને ખૂબસુરત ફિલ્મો બનાવી ચૂક્્યા છે. ખૂબસુરતમાં સોનમ કપૂર અને પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન ચમક્્યાં હતાં. મૂળ ફ્રેન્ચ ફિલ્મ પોઇન્ટ બ્લેન્ક ૨૦૧૦માં રજૂ થઇ હતી અને એનું ડાયરેક્શન ફ્રેડ કેવેયીએ કર્યું હતું. અઝુરે એન્ટરટેઇનમેન્ટના બેનર તળે આ ફિલ્મ બનશે. આ વર્ષના ઉત્તરાર્ધમાં આ ફિલ્મ ફ્લોર પર જશે એમ જણાવવામાં આવ્યું હતું.
હાલ કોઇ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. શશાંકના પ્રવક્તાએ કહ્યું કે અમે યોગ્ય સમયે આવી જાહેરાત કરીશું. હાલ શશાંક સર સ્ક્રીપ્ટને ફાઇનલ સ્વરૃપ આપી રહ્યા છે. એકવાર સ્ક્રીપ્ટ તૈયાર થઇ જાય ત્યારબાદ અમે સ્ટારકાસ્ટની વિગતો પણ જાહેર કરીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY