મોરબીના લાટીપ્લોટ વિસ્તારમાં દારૂ-જુગાર ના દુષણો વધી રહ્યા હોય પોલીસની ટીમ આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી રહી છે અને ગત રાત્રીના જાહેરમાં જુગાર રમતા ચાર શકુનીઓ ને દબોચી લઈ ૫૫૦૦ થી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ગત રાત્રીના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લાટીપ્લોટ શેરી નં ૩-૪ વચ્ચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા હાજી સીદી માજોઠી રહે. કાલિકા પ્લોટ મોરબી, રાજુ ભયલાભાઈ પરમાર રહે. માધાપર મોરબી, મામદ ઉર્ફે ગગજી ભટ્ટી રહે. કાલિકા પ્લોટ મોરબી અને ઇમરાન ગફારભાઈ પરમાર રહે. લાટીપ્લોટ મોરબી નાઓને ઝડપી લઈને તેની પાસેથી અંગ ઝડતી માં રોકડ રકમ ૫૫૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



