ભૂતકાળમાં નર્મદા વહીવટી તંત્ર દ્વારા રાજપીપળા પાલિકામાં કરેલ ઓડિટમાં વહીવટી ભ્રષ્ટાચાર કરાયો હોવાનું જણાયું હતું,આ ઉપરાંત શૌચાલયમાં 45 લાખની ગેરરીતિ બદલ નોટિસ પણ પાઠવાઈ.
રાજપીપળા:રાજપીપળા પાલિકામાં હાલ બીજી ટર્મ માટે પણ ભાજપે સત્તા હાસિલ કરી લીધી છે.આ સત્તા હાસિલ કરવામાં ભૂતકાળમાં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું એવા અપક્ષ સભ્ય મહેશ વસાવાએ આ વખતે ભાજપ ને સાથ આપ્યો એટલે જ ભાજપનું બોર્ડ બન્યું એ વાત જગ જાહેર છે.જો મહેશ વસાવા સાથ ના આપતા તો ટાઈ પડવાના સંજોગો પણ ઉભા થાત.પણ હાલ એ જ મહેશ વસાવા સામે જે તે સમયે શૌચાલયમાં 45 લાખના ભ્રષ્ટાચાર મુદ્દે ગાંધીનગર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કચેરી તરફથી નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે.આ નોટિસ ઉપરાંત વહીવટી ભ્રષ્ટાચાર મુદ્દે મહેશ વસાવા અને પૂર્વ કારોબારી ચેરમેન ભરત વસાવા પાસેથી સરખે ભાગે 53.50 લાખની વસૂલીનો હુકમ કરાયો છે.આમ ભાજપને મત આપવા છતાં પણ મહેશ વસાવા ફસાઈ ગયા હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.
રાજપીપળા પાલિકામાં વર્ષ 2015 પહેલાં જ્યારે કોંગ્રેસ અને અપક્ષોનું શાસન હતું ત્યારે નર્મદા જિલ્લા કલેકટર દ્વારા વહીવટી ઓડિટ રખાયું હતું.દરમિયાન એમ વહીવટી ગેરરીતિ સામે આવી હોવાનો કલેકટર દ્વારા ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરાયો હતો.એ રિિપોર્ટના આધારે ગાંધીનગરની મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કચેરી દ્વારા જે તે સમયના રાજપીપળા પાલિકાના ઉપપ્રમુખ મહેશ વસાવા અને કારોબારી ચેરમેન ભરત વસાવા પાસેથી 53,50,462 લાખ રૂપિયા વસુલ કરવા નોટિસ અપાઈ હતી.એ નોટિસ મુજબ હાલમાં બન્ને પાસેથી 53,50,462 ના બે સરખા ભાગના રૂપિયા વસુલ કરવાનો હુકમ કરાયો છે.
તો બીજી બાજુ ભૂતકાળમાં રાજપીપળા પાલિકા દ્વારા નિર્મળ ગુજરાત શૌચાલય કાર્યક્રમ હેઠળ રાજપીપળા શહેરમાં શૌચાલયોનું નિર્માણ કર્યું હતું.ત્યારે શૌચાલય બાંધકામમાં ગેરરીતિ કરાઈ હોવાની ફરિયાદ ઉઠી હતી.આ ફરિયાદને આધારે તપાસ દરમિયાન 630 શૌચાલયો માંથી ફક્ત 50 શૌચાલયો જ બનાવ્યા હોવા છતાં 630 શૌચાલયોનું બાંધકામ પૂર્ણ થયું હોવાનું જણાવી જે તે એજન્સીને 45.36 લાખ રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.તો આ ગંભીર મામલે નાણાકીય ગેરરીતિ ફલિત થતી હોવાનું જણાવી કલમ 70 હેઠળ પગલાં કેમ ન લેવા એ બાબતની કારણ દર્શક નોટિસ પણ જે તે સમયના કારોબારી ચેરમેન મહેશ સરાધ વસાવાને અપાઈ છે.અને જો નિયત સમયમાં કોઈ જવાબ રજૂ નહિ કરે તો આ મામલે કાઈ પણ કહેવાનું રહેતું નથી એમ સમજી આગળની કાર્યવાહી કરવાનું નોટિસમાં જણાવાયું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




