મોરબી પંથકના ખેડૂતોને પાકવીમો અને સિંચાઈના મુદે કલેકટરને આવેદન

0
20

મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે પાઠવ્યું આવેદન

મોરબી પંથકમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદને લીધે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે અને પંથકના ઘણા ગામોને કપાસ અને મગફળીનો વીમો પણ મંજુર ના કરીને અન્યાય કર્યો છે ત્યારે ખેડૂતોના પ્રશ્નો અંગે તાકીદે બેઠક યોજીને પ્રશ્નોના ઉકેલની માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંતિલાલ પડસુંબીયાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે અને પ્રશ્નો અંગે તાકીદે સંબંધિત ખાતાની બેઠક યોજી અન્યાય નિવારવા માંગ કરી છે જેમાં મોરબી પંથકના જે તે ગામોને પક્વીમાંમાં થયેલ અન્યાય નિવારી પુનઃ વિચારણા કરવા, મચ્છુ ૩ ડેમમાંથી નારણકા, દેરાળા-મેઘપર અને નવાગામના ખેડૂતોને પાણી આપવા, મોરબી પંથકના ખેડૂતોના દેવા માફ કરવા, મોરબી માળિયા વિસ્તારના નર્મદાની જે પાઈપ લાઈન સિંચાઈ માટે વહન થાય છે
તે મોરબી, ધ્રાંગધ્રા, અને માળિયા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને ખરીફ પાક માટે પુરતું સિંચાઈનું પાણી મળી રહે, મોરબી તાલુકાના ઝીકીયારી, ચકમપર, જીવાપર, કેશવનગરમાં સિંચાઈનું નર્મદાનું પાણી મળે અને નર્મદા મોરબી બ્રાંચ કેનાલમાંથી મચ્છુ ૨ ડેમ ભરી દેવામાં આવે તેવી માંગ કરી છે અને ખેડૂતોના પ્રશ્નોનો તાકીદે નિવેડો લાવવાની માંગ કરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY