ભાજપ-શિવસેના વચ્ચે યુતિ નિશ્ચિત છેઃ ફડણવીસનો દાવો

0
5

મુંબઈ,તા.૧૭
શિવસેના કોઇ પણ મુદ્દે ભાજપની ટીકા કરવાનું ચૂકતી નથી, પછી ભલે તે મોદી સરકારની ટીકા હોય કે ફડણવીસ સરકારની. તેમ છતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દાવો કરી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના વચ્ચે ગઠબંધન થશે અને તે માટે તેઓ જાતે પહેલ કરશે.
શિવસેના-ભાજપના ગઠબંધનને સમયની જરૂરત ગણાવીને ફડણવીસે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં મતદાનનું વિભાજન રોકવા માટે બંને વચ્ચે ગઠબંધન આવશ્યક છે. જા તેમ છતાં બંને પક્ષ અગલ-અલગ લડશે તો તેનો સીધો ફાયદો કાંગ્રેસ-એનસીપીને થશે. અગાઉની વિધાનસભાની ચૂંટણી અમે અલગ-અલગ લડયા, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની પહેલી જનસભામાં સાફ કર્યું હતું કે બાળાસાહેબને લઇને કોઇ ટીકા-ટિપ્પણી નહીં કરવામાં આવે.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે શિવસેના પ્રમુખ બાળાસાહેબ પ્રત્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં ભારે આદર છે. તેમણે વિશ્ર્વાસ દર્શાવ્યો હતો કે બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY