મુંબઈ,તા.૩
બળાત્કારના આરોપોમાં કોર્ટે દોષી જાહેર કરેલા આશારાપ બાપુ પર નિર્માતા સુનીલ બોહરા ફિલ્મ બનાવાનો વિચાર કરી રહ્યો છે. તેણે આશારામ પર લખાયેલા પુસ્તકો ‘ ‘ગોડ ઓફ સિનઃ ધ કલ્ટ, ‘ક્લાઉટ અને ડાઉનપોલ ઓફ આસારામ બાપુ’ના હક્ક ખરીદ્યા છે. તેના લેખક ઉશીનર મજમૂદારે હાલમાં આ ફિલ્મની કાસ્ટ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
રિપોર્ટસના પ્રમાણે, આશારામ પર આધારિત ફિલ્મમાં ક્યા કલાકારો યોગ્ય જણાશે, તેવા પ્રશ્રના ઉત્તરમાં લેખકે કહ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, આશારામને જેલ સુધી પહોંચાડવા માટે બે મહિલા પોલીસ મુખ્ય છે. જેના નામ શોભા ભુતાડે અને ચંચલ મિશ્રા છે. આ બે પાત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
આલિયા ભટ્ટ અને અનુષ્કા શર્મા મહિલા પોલીસના પાત્ર માટે મને યોગ્ય લાગે છે, તેમ તેણે વધુમાં જણાવ્યું હતું. જોકે ફિલ્મસર્જક લેખકની વાતને માને છે કે નહીં તે તો સમય જ દાખવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




