મુંબઇ,તા.૧૯
દેશમાં હાલ ચૂંટણીનો મોસમ છે. ત્યારે નેતાથી લઈ અભિનેતા સુધી દરેક સામાન્ય જનતાને વોટ કરવા માટે અપીલ કરી રહ્યા છે. જ્યારે આ પરિસ્થિતિઓમાં એક્ટર ફરહાન અખ્તરને વોટ કરવાની અપીલ ભારે પડી છે. ફરહાન અખ્તરે એક ટિવટ કર્યું લોકોને વોટ કરવા અપીલ કરી પરંતુ તેના પછી સોશિયલ મીડિયા પર એક્ટર જબરદસ્ત ટ્રોલ થયો.
ખરેખર, ફરહાન અખ્તરે ભોપાલના મતદાતાઓથી વોટ કરવા માટે અપીલ કરી હતી. પરંતુ તેને આ અપીલ કરવામાં એક સપ્તાહનું મોડું થઈ ગયું. ફરાહન અખ્તરની વોટ અપીલની આ ટિવટ વાંચીને યૂઝર્સે તેને જબરદસ્ત ટ્રોલ કર્યો છે. ફરહાને ટિવટ કરી કહ્યું કે,‘પ્રિય ભોપાલના મતદાતાઓ, આ એ જ સમય છે જ્યારે તમે તમારા શહેરને વધુ એક ગેસ ત્રાસદીથી બચાવી શકો છો.’ તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તરે ભોપાલની જનતાને વોટ અપીલ તો કરી પરંતુ તે ભૂલી ગયો કે ૧૨મી મેના રોજ ભોપાલમાં મતદાન થઈ ગયા છે.
ફરહાન અખ્તરની આટિવટ બાદ સોશિયલ મીડિયા પર તે જબરદસ્ત ટ્રોલ થયો જ્યારે કેટલાક યૂઝર્સે ફરહાનની મજાક પણ ઉડાવી. એક યૂઝર્સે લખ્યું કે લાગે છે કે,‘ફરહાનનું હેંગઓવર ઉતર્યું નથી.‘ તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તરે ભોપાલના લોકોથી ૧૯મી મેના રોજ વોટ આપવાની અપીલ કરી. પરંતુ ભોપાલમાં ૧૨મી મેના રોજ વોટિંગ પહેલેથી જ થઈ ગયું છે. જાકે અત્યાર સુધી આટિવટને ડિલીટ કરવામાં આવ્યું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




