ભણસાલીની ફિલ્મ મલાલનું ટ્રેલર રિલિઝ

0
12

મુંબઇ,તા.૧૯
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી સંજય ભાણેજ શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીને લોન્ચ કરી રહ્યા છે. આ ટ્રેલરમાં બંનેની કેમિસ્ટી ઉપરાંત બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ શાનદાર છે. આ ફિલ્મ ૨૮ જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈન્શાહઅલ્લાહ’ પણ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ જાવા મળશે.
શર્મિન રિયલ લાઇફમાં સંજય લીલા ભણસાલીની બહેન બેલા ભણસાલી સહગલની દીકરી છે. બેલા સહગલે ૨૦૧૨માં આવેલી ‘શીરીન ફરહાદ કી તો નિકલ પડી’ને ડિરેક્ટ કરી હતી. પહેલાં ચર્ચા હતી કે મલાલમાં શ્રીદેવી અને બોની કપૂરની દીકરી ખુશી કપૂર ચમકવાની છે પણ આ તક પછી શર્મિનના ફાળે ગઈ હતી. શર્મિને આ પ્રોડક્શન હાઉસ સાથે ટોટલ ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ કર્યો છે. બોલિવૂડમાં એન્ટ્રી મુદ્દે એક ઇન્ટરવ્યૂમાં શર્મિને કહ્યું હતું કે ‘મેં જ્યારે એક કલાકાર બનવાનું નક્કી કર્યું હતું ત્યારે હું એ વાતથી જ ખૂબ ઉત્સાહિત થઈ ઊઠી હતી કે હવે હું ઇમોશન્સ અને એક્સપિરિયન્સને ફીલ કરી શકીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY