સેન્સેક્સમાં ૧૮૦ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ૧૦૭૦૦ના સ્તર પર બંધ

0
21

લીલા નીશાન પર બંધ થયુ શેરમાર્કેટ
મુંબઈ,તા.૪
શુક્રવારે શેર બજાર લીલા નીશાન પર બંધ થયુ છે. સેન્સેક્સમાં ૧૮૧.૩૯ પોઈન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો. ૩૫,૬૯૫ના સ્તર પર સેન્સેક્સ પહોચ્યો હતો જ્યારે નિફ્ટીએ ૫૫.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦,૭૨૭.૩૫ના સ્તર પર બંધ થયો છે.
ઘરેલુ સંસ્થાગત રોકાણકારોની લેવાલીના કારણે ધાતુ, વાહન અને બેન્કીંગ શેરોમાં સુધારો જાવા મળ્યો હતો. મુંબઈ શેરબજારમાં સેન્સેક્સ શક્રવારે શરૂઆતના કારોબારમાં લગભગ ૨૦૦ પોઈન્ટ સુધારો થયો હતો. નિફ્ટીમાં પણ ૧૦,૭૦૦નું સ્તર પાર કર્યુ હતુ. જા કે કેટલાક શેરોમાં ઘટાડો પણ નોંધાયો હતો.
માર્કેટમા સતત બીજા દિવસે કડાકા બાદ આજે રિકવરી આવી છે. સેન્સેક્સમાં ૧૮૧ પોઈન્ટનો ઉછાળો જાવા મળ્યો છે. જા કે કારોબાર દરમિયાન ઉપરી સ્તર પર દબાણ જાવા મળ્યુ. બેન્ક શેરોમાં નજર નાખીએતો તેમાં ૦.૫ ટકાનો વધારો જાવા મળ્યો હતો. બેન્કના શેરોમાં આજે રોનક જાવા મળી હતી. બેન્ક નિફ્ટી ૨૨૫ પોઈન્ટના ઉછાળા સાથે મજબૂત થયો હતો.
નાના શેરોમાં ખરીદારીનો દિવસ રહ્યો. મિડકૈપ ઈન્ડેક્સમાં લગભગ ૧૦૦ પોઈન્ટનો ઉછાળો જાવા મળ્યો. સરકારી બેન્કોમાં તેલ અને ગેસ શેરોમાં ઓટોમાં આજે તેજી જાવા મળી. તો આઈટીના શેરોમાં આજે વેચવાલી જાવા મળી.
આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં સાથે મિડ અને સ્મોલકેપ શેરોમં વધારો જાવા મળ્યો હતો.
બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં આજે ૦.૫ ટકાની કમજારી સાથે ૧૫,૧૪૭.૬૦ સ્તર પર બંધ થયો છે. તો સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧ ટકાનો વધારા સાથે ૧૪૫૯૨.૪૧ના સ્તર પર બંધ થયો છે. આજ ઓયલ એન્ડ ગેસ શેરોમાં સારી ખરીદારી જાવા મળી. બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં આજે ૦.૮ ટકાનનો વધારા સાથે બંધ થયો છે.
બેન્કીંગ શેરોમાં આજે જારદાર ખરીદી જાવા મળી હતી. બેન્ક નિફ્ટી આજે ૦.૯ ટકાના વધારા સાથે ૨૭૧૯૫ના સ્તર પર બંધ થયો છે. પીએસયૂ બેન્કોમાં આજે જારદાર ખરીદારી જાવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેન્ક ઈન્ડેક્સમાં આજે ૨.૩ ટકાના વધારા સાથે બંધ થયો છે. આજના કારોબારમાં આઈટી છોડીને તમામ નિફ્ટી ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY