‘ગલી બાય’નું ટ્રેલર રીલીઝ, રણવીર રૅપરની ભૂમિકામાં

0
16

મુંબઈ,તા.૪
રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગલી બાય’નું ટીઝર રીલીઝ થઇ ચુક્વ્યો છે. ટીઝરમાં હિપ હાપ વર્લ્ડ દર્શાવવામાં આવ્યું છે. સાથે જ તે પણ જણાવવામાં આવ્યું છે કે ફિલ્મનું ટ્રેલર કિયારે રીલીઝ થશે. ૧ મિનિટ ૩૦ સેકેન્ડના ટીઝરમાં રણવીર સિંહ રૅપ કરતો જાવા મળી રહ્યો છે. ટીઝરમાં રણવીરે સ્પિટફાયરના લિરિક્સને પોતાનો સ્વર આપ્યો છે. બીટ બાÂક્સંગ ડી-સાયફર અને બિગ રાએ કરી છે. સાથે જ રણવીરની હિર પાપની દુનિયાની ઝલક પણ દર્શાવવામાં આવી છે.
ઝોયા અખ્તરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં કેવી રીતે રણવીસ રિંહ ગરીબમાંથી અમીર બને છે, તેની ઝલક પણ ટીઝરમાં જાવા મળે છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને કલ્કિ કોચલીન પણ મહત્વની ભુમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર ૯ જાન્યુઆરીએ રીલીઝ થશે. ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઇન્સ ડે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.
તેની સ્ટોરી મુંબઇની સડકો પર રૅપર્સના જીવન પર આધારિત છે. ફિલ્મમાં રણવીર રૅપરની ભૂમિકામાં જાવા મળશે. રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેનું પોસ્ટર શેર કર્યુ છે.
ગલી બોયનું ડાયરેક્શન ઝોયા અખ્તર કરી રહી છે અને દિલ ધડકને દો બાદ આ બીજી ફિલ્મ છે જેમાં રણવીર અને ઝોયા સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં પહેલી વખત રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે જાવા મળશે. આ ફિલ્મ માટે રણવીરે ફક્ત વજન જ નથી ઘટાડ્યું પરંતુ તેણે પોતાની દાઢી પણ ટ્રીમ કરાવી છે. આ ફિલ્મમાં રણવીર એક રૈપર તરીકે પણ જાવા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY