છેલ્લી કલાકમાં તેજી ગુમાવી, સેન્સેક્સ-નિફ્ટી સપાટ થઈ થયા બંધ

0
9

મુંબઇ,તા.૧૬
કાલની તેજી પછી આજે માર્કેટમાં ભારે ચડાવ-ઉતાર જાવા મળ્યો હતો. કારોબાર દરમિયાન છેલ્લા કલાકમાં દિવસ દરમિયાન જળવાઈ રહેલી તેજી ગુમાવી હતી. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સપાટ થઈને પણ લીલા નિશાન પર બંધ થયા છે એટલે કે ક્લોજીંગ કાલના સ્તર પર જ રહી છે.
આજના કારોબારમાં યશ બેન્ક, ઈન્ડીયા બુલ્સ હાઉસિંગ, વિપ્રો અને ઈન્ડસઈન્ડ બેન્કમાં સૌથી વધુ તેજી જાવા મળી હતી તો જેએસડબસ્યૂ સ્ટીલ્સ ભારતી ઈન્ફ્રા, વેદાંતા અને ભારતી એરટેલમાં સૌથી વધુ કડાકો જાવા મળ્યો હતો.
મિડકેપ શેરોમાં આજે વેચવાલી જાવા મળી હતી જેના કારણે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૦૨ ટકાનો કડાકો બોલ્યો હતો સાથે ૧૫૧૮૭.૧૪ના સ્તર પર બંધ થયો છે. જા કે સ્મોલકેપ ઈન્ડેક્સ લીલા નિશાન પર બંધ થવામાં કામયાબ રહ્યો છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧૪ ટકાના વધારા સાથે ૧૪૬૫૯.૬૧ના સ્તર પર બંધ થયો છે આજના કારોબારમાં ઓયલ એન્ડ ગેસ શેરોમાં સારી ખરીદારી જાવા મળી હતી. બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં આજે ૦.૬૬ ટકાનો વધારા સાથે બંધ થયો છે.
બેન્કીંગ શેરોમાં ખરીદારીના કારણે નિફ્ટી આજે ૦.૩૦ ટકાની તેજી સાથે ૨૭૪૮૩.૭૦ના સ્તર પર બંધ થયો છે. આઈટી, ફાર્મા અને પીએસયૂ બેન્કના શેરોમાં આજે સારો વધારો જાવા મળ્યો છે. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં ૦.૩૪ ટકાની તેજી, ફાર્મામાં ૦.૩૦ ટકાની તેજી પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં ૦.૬૦ ટકાની તેજી સાથે બંધ થયો છે.
જા કે આજના કારોબારમાં મેટલ, એફએમસીજી અને ઓટો શેરોમાં વેચવાલી જાવા મળી હતી. નિફ્ટીના મેટલ ઇન્ડેક્સમાં આજે ૦.૬૪ ટકા, એફએમસીજી ઈન્ડેક્સમાં ૦.૭૩ ટકા ઓટો ઈન્ડેક્સમાં ૦.૨૪ ટકા તુટીને બંધ થયો છે.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સમાં સેન્સેક્સમાં ૨.૯૬ પોઈન્ટ એટલેકે ૦.૦૧ ટકાના સામાન્ય વધારા સાથે ૩૬૩૨૧.૨૯ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સમાં નિફ્ટીમાં ૩.૫૦ એટલેકે ૦.૦૩ ટકાની તેજી સાથે ૧૦૮૯૦.૩૦ના સ્તર પર બંધ થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY