બરુન સોબતીની ફિલ્મ ’૨૨ યાડ્‌ર્સ’નું ટ્રેલર રિલીઝ

0
7

મુંબઈ,તા.૧૭
બોલિવૂડમાં હંમેસાથી ક્રિકેટ પર ફિલ્મો બનાવામાં આવે છે અને હવે વધુ એક ક્રિકેટ પર આધારિત ફિલ્મ દર્શકોને મનોરંજન કરવામાં તૈયાર છે. એક્ટર બરુન સોબતીએ વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયેલ ફિલ્મ ‘મેં ઓર મિસ્ટર ટાઈટ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. હવે તેની આગામી ફિલ્મ ’૨૨ યાડ્‌ર્સ’ રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જાઇને ખબર પડે છે કે ફિલ્મમાં બારુને એક સ્પોટ્‌ર્સ એજેંટની ભૂમિકા નિભાવી છે જે પોતાના સફળ કરિયર પછી અસફળ થઇ જાય છે. ફિલ્મમાં એ પણ બતાવામાં આવ્યું છે કે કેવી રીતે આ સ્પોટ્‌ર્સ મેનેજર એક યંગ અને ગરીબ ક્રિકેટરને આગળ વધવામાં મદદ કરે છે.
ટ્રેલરમાં પ્રાચી બોરા ટીવી ઇન્ડસ્ટ્રીની મોટી હસ્તીના રૂપમાં જાવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે ફિલ્મમાં બરુન સોબતી ઉપરાંત અમ્તર્ય રે, રજીત કપૂર, ચૈતી ઘોષાલ, રાજેશ શર્મા અને ગીતિકા ત્યાગી પણ મહત્વના રોલમાં જાવા મળશે. ’૨૨ યાડ્‌ર્સ’ આ જ વર્ષે ૨૨ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY