પદ્મિની કોલ્હાપુરીનો પુત્ર બોલિવૂડમાં એન્ટ્રી કરશે

0
3

મુંબઈ,તા.૨૫
વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી ઇન્સાફ કા તરાજુ ફેમ પદ્મિની કોલ્હાપુરે અને ફિલ્મ સર્જક પ્રદીપ શર્માનો પુત્ર પ્રિયાંક હીરો તરીકે આવી રહ્યો હોવાની માહિતી મળી હતી.
નીતિન મનમોહનની પુત્રી પ્રાચી આ ફિલ્મની નિર્માત્રી છે અને નવોદિત કરણ કશ્યપ એના ડાયરેક્ટર છે. આ એક હળવીફૂલ કોમેડી ફિલ્મ છે જેને સબ કુછ મંગલ ટાઇટલ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રિયાંક પણ ચમકી રહ્યો છે. આમ બોલિવૂડમાં વધુ એક સ્ટાર કીડનું આગમન થઇ રહ્યું છે.
પદ્મિનીએ એક દૈનિક સાથેની વાતચીત દરમિયાન એવો દાવો કર્યો હતો કે અમારા પરિવારમાં ફિલ્મી વાતાવરણ નથી એટલે પ્રિયાંક પર અભિનય કે ફિલ્મ સર્જનનો વ્યવસાય કરવાનું કોઇ દબાણ નથી. આ તો પ્રિયાંકનો પોતાનો નિર્ણય છે. એણે ન્યૂયોર્કમાં લી સ્ટ્રોસબર્ગની ઇન્સ્ટીટયુટમાં એક વર્ષનો અભિનયનો કોર્સ કર્યો છે અને એ અભિનેતા બનવા માગે છે એટલે અમે એને સપોર્ટ કરી રહ્યાં છીએ.
નિર્માત્રી પ્રાચીએ કહ્યું હતું કે હું અને પ્રિયાંક ન્યૂયોર્કમાં સાથે હતા એટલે એની પ્રતિભાથી હું પરિચિત છું. માટે એને સાઇન કર્યો છે. મેં વ્યાવસાયિક ધોરણે પ્રિયાંકનો સંપર્ક સાધ્યો હતો અને મારી સ્ક્રીપ્ટ પ્રિયાંક તથા એનાં માતાપિતાને સંભળાવી હતી. એ લોકોને સ્ક્રીપ્ટ પસંદ પડી જતાં એ લોકોએ આ ફિલ્મ કરવાની હા પાડી હતી અને અમે પ્રિયાંકને સાઇન કર્યો હતો. પ્રિયાંકે બે મહિના પહેલાં અમારા વર્કશોપમાં કામ શરૃ કર્યું હતું અને એ પોતાના પાત્ર માટે તૈયાર થઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY