બ્રાઝિલ,તા.૨૨
બ્રાઝિલમાં એક તદ્દન વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝિલની એક ૨૩ વર્ષની એક યવતીને જન્મથી જ યોનિ નહોતી. આશ્ચર્યની વાત એ છે કે, પોતાના શરીરમાં યોનિ જ નથી એ વાતની ખબર આ બહેનને છેક ૧૫ વર્ષે પડી. આ યુવતીએ ૨૩ વર્ષની ઉંમરે પહેલીવાર સેક્સ માણ્યું હતું જેને તેને મોટી સફળતા ગણાવી હતી.
અખબારી અહેવાલ પ્રમાણે બ્રાઝિલની જસિલિને મારિન્હોના શરીરમાં જન્મથી જ મહત્વપૂર્ણ અંગ એવી યોનિ જ નહોતી. જેના કારણે સંપૂર્ણ સ્ત્રી હોવાનો અહેસાસ તે ૨૩ વર્ષ સુધી નહોતી લઈ શકી. બ્રાઝિલની જિસલિનને આ વાતની જાણ તે છેક ૧૫ વર્ષની થઈ ત્યારે થઈ હતી કે તેને તો શરીરનું મહત્વનું અંગ જ નથી. તબિબોએ મેડિકલ સ્ટડીની દ્રષ્ટિએ અત્યંત વિચિત્ર એવા આ કેસનું નિરાકરણ લાવી દીધું હતું.
જિસલિનની સર્જરી કરનારા ડોક્ટરોએ કહ્યું હતું કે, અમારા માટે એ ખુબ જ આશ્ચર્યની વાત હતી કે, યોનિ ન હોવા છતાં તેનો વિકાસ સંપૂર્ણ રીતે એક સામાન્ય સ્ત્રીની માકફ જ થતો હતો. જિસલિનને માસિક દરમિયાન થતો દુઃખાવો પણ થતો હતો. પરંતુ તેને ક્્યારેય પીરિયડ્સ આવ્યા જ નહીં. ડોક્ટરોએ હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, શરીરની ત્વચાએ અપ્રાકુતિક રીતે જિસલિનની યોનિને ઢાંકી રાખી હતી.
સંપૂર્ણ તપાસ બાદ સર્જનોની એક ટીમે સર્જરી કરીને જિસલિનના શરીરમાં એક ખાસ પ્રકારની માછલીની ત્વચાનો ઉપયોગ કરી તેની યોનિ વિકસીત કરી. આ સર્જરી બાદ જિસલિન ખુબ જ ખુશ છે. તેનું કહેવું છે કે, એક સંપૂર્ણ સ્ત્રી તરીકેનો અહેસાસ ખુબ જ રોમાંચક છે. હવે મારી સેક્સ લાઈફ પણ એકદમ નોર્મલ છે અને હું જીવનમાં તેનો ભરપુર આનંદ માણી રહી છું. જાકે આ સર્જરી બાદ સંપૂર્ણપણે ઠીક થવામાં જિસલિનને હજી ત્રણેક મહિનાનો સમય લાગશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




