મુંબઈમાં બધી લોકલ ટ્રેનો ૧૫-ડબ્બાની કરવાનો રેલવે પ્રધાન પીયૂષ ગોયલનો આદેશ

0
4

મુંબઈ,તા.૨૯
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેના સિનિયર અધિકારીઓને આદેશ આપ્યો છે કે મુંબઈમાં બધી જ લોકલ ટ્રેનો ૧૫-ડબ્બાની હોવી જાઈએ. હાલ મોટા ભાગની ટ્રેનો ૧૨-ડબ્બાની છે. અમુક ટ્રેનો ૧૫-ડબ્બાની છે તો અમુક ૯-ડબ્બાની દોડાવવામાં આવે છે.
ગોયલે અત્રે સત્તાવાર સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે રેલવેના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને એમાં તેમણે ઉપર મુજબનો આદેશ આપ્યો હતો. એમનું કહેવું છે કે બધી લોકલ ટ્રેનો ૧૫-ડબ્બાની કરી દેવાથી ટ્રેનોની ક્ષમતા ૨૫ ટકા વધી જશે.
પશ્ચિમ રેલવે વિભાગ પર સવાર-સાંજ ધસારાના કલાકો દરમિયાન ૧૨-ડબ્બાની એક લોકલ ટ્રેન ૩,૦૦૦ પ્રવાસીઓને સફર કરાવવાની એની ક્ષમતા સામે ૫,૫૦૦ પ્રવાસીઓને સફર કરાવે છે. જ્યારે ૧૫-ડબ્બાની એક ટ્રેન આશરે ૪,૨૦૦ની ક્ષમતાની સામે ધસારાના કલાકો દરમિયાન ૭૦૦૦ લોકોને પ્રવાસ કરાવી શકે છે.
હાલ પશ્ચિમ રેલવે પાસે ૧૦૫ ટ્રેનો છે. એમાં ૧૫-ડબ્બાવાળી માત્ર પાંચ જ ટ્રેન છે. પશ્ચિમ રેલવે દરરોજ લોકલ ટ્રેનોની ૧,૩૬૫ ફેરીઓ કરે છે. ૧૫-ડબ્બાની ટ્રેનો માત્ર ૫૪ ફેરીઓ કરે છે. મધ્ય રેલવે તેના મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર (મેઈન અને હાર્બર લાઈનો પર) દરરોજ ટ્રેનોની ૧,૭૭૨ ફેરીઓ કરે છે. એની પાસે ૧૩૩ ટ્રેનોનો જે કાફલો છે એમાં ૧૫-ડબ્બાવાળી માત્ર એક જ ટ્રેન છે.
પશ્ચિમ અને મધ્ય, બંને વિભાગના સબર્બન નેટવર્ક પર ફાસ્ટ કોરિડોરને ૧૫-ડબ્બાની ટ્રેનોમાં કન્વર્ટ કરવામાં આવશે અને ધીમે ધીમે સ્લો-લાઈન ઉપર પણ લાગુ કરાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY