મુંબઈ,તા.૨૯
અભિનેતા ફિલ્મ સર્જક ઇમરાન હાશમીએ કહ્યું હતું કે મલ્ટિસ્ટાર ફિલ્મોમાં કલાકારોના અહં એકબીજા સાથે ટકરાતાં હોય છે. એના કરતાં સોલો ફિલ્મ કરવી સારી.
પોતાની પહેલી ફિલ્મ ૨૦૦૩માં રજૂ થયેલી ફૂટપાથથી ઇમરાન આ નીતિને અનુસરતો રહ્યો છે. એણે કહ્યું કે મને પણ કેટલીક મલ્ટિસ્ટાર ફિલ્મોની આૅફર્સ મળી હતી, પરંતુ હું સમજી વિચારીને આવી ફિલ્મોથી દૂર રહ્યો છું. કારણ કે દરેક કલાકારનો પોતાને માટે એક ઊંચો અભિપ્રાય હોય છે. મÂલ્ટસ્ટાર ફિલ્મમાં કલાકારોના અહંક્લેશ ટાળી શકાતા નથી એટલે ઘણીવાર ફિલ્મને નુકસાન થાય છે. મેં પહેલી ફિલ્મથી નક્કી કરી લીધું હતું કે મારે સોલો ફિલ્મો જ કરવી.
૩૯ વર્ષના ઇમરાને ફૂટપાથ પછી મોટે ભાગે સોલો ફિલ્મો કરી હતી જેમાં મર્ડર, જન્નત, આવારાપન, રાઝ ટુ વગેરે ફિલ્મોનો સમાવેશ થયો હતો. એણે હળવાશથી કહ્યું કે હું તો સ્વાર્થી અને લોભી માણસ છું. કોઇની સાથે અહંક્લેશ કરવા કરતાં સોલો ફિલ્મો કરવી વધુ હિતાવહ બની રહે એવું હું માનતો રહ્યો છું. અલબત્ત, મેં આંગળીને વેઢે ગણાય એટલી મલ્ટિસ્ટાર ફિલ્મો પણ કરી છે. પરંતુ બને ત્યાં સુધી હું મલ્ટિસ્ટાર ફિલ્મો ટાળતો રહ્યો છું. મલ્ટિસ્ટાર ફિલ્મોની ઔૈર એક મર્યાદા છે. એમાં ત્રણ કે ચાર સ્ટાર હોય તો દરેકને સરખું ફૂટેજ મળવું જરૃરી હની રહે છે. એવું ન થાય ત્યારે અહં ટકરાતા હોય છે અને સરવાળે ફિલ્મને નુકસાન થાય છે. ઉપરાંત ઘણીવાર તમારું પાત્ર નગણ્ય બની જાય છે. એની પૂરતી નોંધ સુદ્ધાં લેવાતી નથી. એવો કોઇ ડર સોલો ફિલ્મમાં રહેતો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




