મુંબઈ,તા.૨૯
કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આગામી ફિલ્મ ‘લુકા છુપી’નું પહેલું ગીત રીલિઝ થયું છે. ‘પોસ્ટર છપવા દો અખબાર મેં’ ગીત ૯૦ના દાયકામાં આવેલી ફિલ્મ ‘અફલાતૂન’માંથી લેવામાં આવ્યું છે. જે કાર્તિક અને કૃતિ પર ફિલ્માવવામાં આવ્યું છે.
‘પોસ્ટર છપવા દો અખબાર મેં’ ગીત મીકા સિંહ અને સુનંદા શર્માએ ગાયું છે, જ્યારે વ્હાઇટ નોઇઝ સ્ટુડિયોઝે આને રિક્રિએટ કર્યું છે. ઉપરાંત વિજય ગાંગુલીએ ગીત કોરિયોગ્રાફ કર્યું છે.
કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ ‘લુકા છુપી’ ૧ માર્ચે રીલિઝ થશે. ફિલ્મ લક્ષ્મણ ઉતેકરે ડાયરેક્ટ કરી છે. દિ
ઉલ્લેખનીય છે કે, ‘પોસ્ટર છપવા દો અખબાર મેં’ ગીત ૯૦ના દાયકાની ફિલ્મ ‘અફલાતૂન’માંથી લેવામાં આવ્યું છે. આ ગીત લલિત સેન અને શ્વેતા શેટ્ટીએ ગાયું હતું. ગીતનું મ્યૂઝિક દિલીપ સેન અને સમીર સેનને આપ્યું હતું. ગીત અક્ષય કુમાર અને ઉર્મિલા માતોંડકર પર ફિલ્માવવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




