મુંબઇ,તા.૨
વિવિધ ભૂમિકા ભજવીને નેશનલ એવોર્ડ મેળવી ચૂકેલી અભિનેત્રી વિદ્યા બાલને કહ્યું હતું કે મહિલાઓ ચાલીસ વર્ષની વય પછી વધુ હાટ અને વધુ નોટી (નટખટ) બની જાય છે.
સાઉથની સેક્સ સિમ્બોલ ગણાયેલી અભિનેત્રી સિલ્ક સ્મિતાના રોલથી માંડીને તુમ્હારી સુલુ જેવી નિર્દોષ ગૃહિણી જેવા વિવિધ રોલ્સ ભજવી ચૂકેલી વિદ્યાએ તાજેતરમાં પોતાનો ચાલીસમો જન્મ દિવસ ઊજવ્યો હતો. ત્યારબાદ એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં એણે આ વિચાર વ્યક્ત કર્યો હતો.
સામાન્ય રીતે માતાપિતા પુત્રીને સંકોચશીલ અને લજ્જાળુ બની રહેવાની સલાહ આપતા હોય છે. પરંતુ અંગ્રેજીમાં કહે છે એમ વિમેન્ બિકમ નોટી એટ ફોર્ટી વાત સાચી છે. ચાલીસ વર્ષની વયે પહોંચેલી મહિલાનો આત્મ વિશ્વાસ જબરદસ્ત હોય છે અને એ થોડી વધુ નટખટ પણ બની જાય છે. બેશક, વિમેન બિકમ નોટી એન્ડ હોટી એટ ફોર્ટી એમ વિદ્યાએ નિખાલસતાથી કહ્યું હતું.
એણે કહ્યું કે મારા એક દોસ્તે તાજેતરમાં મને એવી વાત કરી હતી કે એને ૩૫ વર્ષની એક મહિલા સાથે સંબંધ છે. સામાન્ય રીતે આ ઉંમરની મહિલા સાથે કોઇ જલદી સંબંધ બાંધવા તૈયાર થતું નથી એટલે એણે આ યુવકની દોસ્તી બેધડક સ્વીકારી લીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




