‘ઊરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક”એ ‘બાહુબલી”નો રેકોર્ડ તોડ્યો

0
16

મુંબઈ,તા.૬
‘ઊરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ સતત બોક્સ-ઓફિસ પર રાજ કરી રહી છે. એની રિલીઝના ચોથા અઠવાડિયામાં પણ એ અન્ય ફિલ્મ્સની સાથે કમ્પીટ કરી રહી છે. આ એક્શન-ડ્રામાએ આ પહેલાં ‘બાહુબલીઃ ધ કન્ક્‌લુઝન’ દ્વારા સર્જવામાં આવેલા રેકોડ્‌ર્ઝને તોડ્યા છે.
‘ઊરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ એસએસ રાજામૌલીની આ ફેન્ટસી એપિક ફિલ્મ દ્વારા રચવામાં આવેલા રેકોર્ડને તોડીને રિલીઝના ૨૩માં દિવસે ૬.૫૩ કરોડ જ્યારે ૨૪માં દિવસે ૮.૭૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘બાહુબલીઃ ધ કન્ક્‌લુઝન’એ એ જ દિવસોમાં ૬.૩૫ કરોડ અને ૭.૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
‘ઊરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું ઘરઆંગણાનું બોક્સ-ઓફિસ કલેક્શન ૨૦૦ કરોડ રૂપિયાની નજીક છે. આ ફિલ્મે પહેલાં અઠવાડિયામાં ૭૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બીજા અઠવાડિયામાં ૬૨ કરોડ અને ત્રીજા અઠવાડિયામાં ૩૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY