મુંબઇ,તા.૬
શેરબજારના રેગ્યુલેટર સેબી અને સ્ટોક એક્સચેન્જે કેટલીક કંપનીઓના શેરમાં થઈ રહેલા કારોબાર પર વોચ વધારી દીધી છે. છેલ્લા થોડા દિવસોથી શેરમાં આવેલા ઉતાર-ચઢાવને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. શેરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પ્રકાશમાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્ટોક એકસચેન્જની સર્વિલાન્સ સિસ્ટમ સિવાય સેબીની પોતાની પણ ઈન્ટીગ્રેટેડ સર્વેલન્સ મિકેનિઝ્મ છે.
સેબીએ સ્ટોક એકસચેન્જને કહ્યું કે તે કારોબાર દરમિયાન સંદિગ્ધોની ગતિવિધિઓ પર નજર રાખે. કોઈ પણ અનિયમિતતા ધ્યાનમાં આવે તો તરંત જ સૂચના આપે, જેથી કાર્યવાહી કરી શકાય.
સેબીના નિર્દેશોનું પાલન કરતા બીએસઈ અને એનએસઈએ મંગળવારે રાતે પોતાના ટ્રેડિંગ મેમ્બરને પણ મોનિટરિંગ વધારવા માટે કહ્યું હતું. તેમને કહેવામાં આવ્યું કે તે પોતાના કલાયન્ટના ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ પર નજર રાખે. જા કોઈ ગડબડ પ્રકાશમાં આવ તો તરંત જ સુચના આપવામાં આવે.
પ્રમોટર અને મેનેજમેન્ટના લોકો સાથે જાડાયેલા સમાચારોને કારણે છેલ્લા થોડા દિવસોથી કેટલીક કંપનીઓના શેરમાં ભારે ઉતાર-ચઢાવ જાવા મળ્યો છે. સ્ટોક એકસચેન્જે આ કંપનીઓ પાસેથી જવાબ પણ માંગ્યો છે. એક મિડિયા રિપોર્ટના કારણે એસ્સેલ ગ્રુપની કંપનીઓના શેરમાં ૨૫ જાન્યુઆરીએ ૩૩ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




