મુંબઈ,તા.૭
મોખરાની અભિનેત્રી કેટરિના કૈફે કહ્યુ હતું કે એક્ટર બનવા માટે ગટ્સ જાઇએ. આ એક સદા અનિશ્ચિત રહેતી કારકિર્દી છે. અહીં આજનો સુપર સ્ટાર આવતી કાલે ફેંકાઇ પણ જાય.
તાજેતરમાં ફ્લોપ નીવડેલી ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દુસ્તાનની જવાબદારી આમિર ખાને સ્વીકારી અને જાહેરમાં માફી માગી એ વિશે પૂછતાં કેટરિનાએ કહ્યુ કે આમિર એક કલાકાર તરીકે મને ગમે છે. આમિરે ફિલ્મ ફ્લોપ થવાની જવાબદારી સ્વીકારી એ મને ગમ્યું. પરંતુ આ વાત કંઇ નવી નથી.
અગાઉ સલમાન ખાને, રજનીકાંત સરે અને શાહરુખ ખાન જેવા કલાકારોએ જાહેરમાં આ રીતે પોતાની જવાબદારી સ્વીકારી હતી અને વિતરકોને વળતર ચૂકવ્યું હતું. એટલે આ તો સ્વાભાવિક પ્રક્રિયા ગણાય.
એણે ઉમેર્યું હતું કે હું એટલે જ કહું છું કે એક્ટર કે ડાયરેક્ટર બનવા માટે ગટ્સ જાઇએ. આ બધા બુદ્ધિજીવી માણસો છે. અંગુઠાછાપ માણસો નથી. કરોડો રૃપિયાના ખર્ચે ફિલ્મ બને અને ન ચાલે તો પોતાની જવાબદારી સ્વીકારવાની હિંમત જાઇએ.
કરોડો લોકો તમારા ફેન્સ હોય ત્યારે જાહેરમાં માફી માગવાની હિંમત હોય તોજ બોલિવૂડમાં આવવું જાઇએ. અહીં કાચાપોચાનું કામ નથી. ફિલ્મ ઉદ્યોગ કાયમ અનપ્રેડિક્ટેબલ રહ્યો છે અને રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




