મુંબઈ,તા.૭
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપરાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ જબરિયા જાડીની રિલિઝ ડેટ ગુરુવારે ઔપચારિક રીતે જાહેર કરવામાં આવી હતી. અતિ શિક્ષિત કન્યા માટે યોગ્ય મૂરતિયા ન મળતાં યોગ્ય યુવકના કરાતા અપહરણ અને જારતલબીથી કરાતા લગ્ન બિહાર રાજ્યમાં સાવ સ્વાભાવિક ગણાય છે.
ખમતીધર ફિલ્મ સર્જક એકતા કપૂરનું બેનર બાલાજી ટેલિફિલ્મ્સ અને શૈલેશ સિંઘનું બેનર કર્મા એન્ડ એન્ટરટેઇનમેન્ટ આ ફિલ્મ બનાવી રહ્યુ છે. બિહારમાં બનેલી કેટલીક સત્યઘટનાઓ પરથી ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી હતી. તાજેતરમાં આ ફિલ્મનું પોસ્ટર પણ રિલિઝ કરાયું હતું જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ૨૦૧૯ના મેની ૧૭મીએ રજૂ કરાશે.
પ્રશાંત સિંઘ આ ફિલ્મના ડાયરેક્ટર છે. ટ્વીટર પર પણ આ જાહેરાત પોસ્ટર સાથે કરાઇ હતી. બિહારમાં આજે પણ યોગ્ય મૂરતિયાનું હથિયારોના જારે અપહરણ કરીને એને પરણાવી દેવામાં આવે છે. આ પરંપરા ત્યાં પકડાવા વિવાહ તરીકે ઓળખાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




