સપના ચૌધરીનાં કાર્યક્રમમાં લાકડીઓ ઊછળી, અનેક ઘાયલ

0
15

રાજગઢ,તા.૭
દેશની જાણીતી હરિયાણવી સિંગર સપના ચૌધરી એકવાર ફરી ચર્ચામાં છે. સપના ચૌધરીનાં ડાંસ નાઇટ પ્રોગ્રામમાં ભાગદોડ મચી ગઇ હતી જેના કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશનાં રાજગઢનાં પચોરમાં બુધવારનાં આયોજિત સપના ચૌધરી ડાંસ નાઇટ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને ત્યારબાદ પથ્થરમારો થયો હતો જેને લઇને પોલીસે શા જાવા આવેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રાજગઢ જિલ્લાનાં પચોરમાં કે.કે.ઇવેન્ટ જાન એન્ડ પ્રોડક્શન દ્વારા સપના ચૌધરીનાં સ્ટેજ શાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનાં આયોજકોએ લગભગ લાખ રૂપિયા આપીને સપના ચૌધરીને બોલાવી હતી. સપના ચૌધરીનાં કાર્યક્રમને શરૂ થયે એક કલાક પણ થયો નહોતો અને કાર્યક્રમમાં અવ્યવસ્થાનાં કારણે વધારે ભીડ હોવાના કારણે લોકો વચ્ચે વચ્ચે ઊભા રહેતા હતા. આ કારણે સંપૂર્ણ વ્યવસ્થા ખરાબ થઇ રહી હતી.
દર્શકોનાં આ વ્યવહારનાં કારણે કાર્યક્રમમાં હાજર પોલીસકર્મીઓ સાથે બોલાચાલી થઇ હતી અને પોલીસે કેટલાક લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ કાર્યક્રમમાં ભાગદોડ મચી હતી અને કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ભાગદોડ જાઇને સપના ચૌધરી શા અધવચ્ચે મુકીને મંચથી ઉતરીને રવાના થઇ ગઇ હતી. ત્યારબાદ આ ઘટનામાં ઘાયલ લોકો અને કાર્યક્રમ કરનારાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. ઘાયલ લોકો ગુસ્સામાં આયોજકો પર રોષ નીકાળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીનાં કાર્યક્રમમાં પહેલા પણ ઘણીવાર હંગામો થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY