ફરાહ નાયિકા પ્રધાન ફિલ્મ બનાવી રહી હોવાની ગુસપુસ

0
8

મુંબઈ,તા.૮
મોખરાની કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક ફારાહ ખાન દીપિકા પાદુકોણને લઇને નાયિકા પ્રધાન ફિલ્મ બનાવશે એવો ગણગણાટ બોલિવૂડની કાકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી.
તાજેતરમાં એવા અહેવાલ પ્રગટ થયા હતા કે બે ટોચના ફિલ્મ સર્જકો ફારાહ ખાન અને રોહિત શેટ્ટી હાથ મિલાવીને એક કોમેડી કમ એક્શન ફિલ્મ બનાવી રહ્યાં છે. આ સમાચારના સંદર્ભમાં મિડિયાએ કરેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફારાહ દીપિકાને લઇને નાયિકા પ્રધાન ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહી હતી.
ફારાહના પ્રવક્તાએ દીપિકાનો સંપર્ક સાધ્યો હતો અને એને સ્ટોરીલાઇની હિન્ટ આપી હતી. દીપિકાને સ્ટોરી ગમી હતી એમ કહેવાય છે. જો કે હજુ એણે ઔપચારિક રીતે દસ્તાવેજ પર સહીસિક્કા કર્યા નથી પરંતુ મૌખિક રીતે ફિલ્મ કરવાની હા પાડી છે.
હાલ દીપિકા એસિડ અટેકનો શિકાર બનેલી લક્ષ્મી અગ્રવાલ નામની યુવતીની બાયો-ફિલ્મ ગણી શકાય એવી ફિલ્મ લક્ષ્મી કરી રહી છે. આ ફિલ્મનું ડાયરેક્શન રાઝી ફેમ મેઘના ગુલઝાર કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY